બનારસની દીકરીએ અમેરિકાનું ગૌરવ વધાર્યું, વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો
વારાણસી, નવી દિલ્હી, 02 જુલાઈ (હિ.સ.) ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના રાજાતાલાબના બઢેની ખુર્દ ગામની મમતા પાલે, જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અમેરિકાના અલાબામા રાજ્યના બર્મિંઘમ શહેરમાં યોજાયેલી વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2025
મમતા


વારાણસી, નવી દિલ્હી, 02 જુલાઈ (હિ.સ.)

ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના રાજાતાલાબના બઢેની ખુર્દ ગામની મમતા પાલે,

જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અમેરિકાના અલાબામા રાજ્યના બર્મિંઘમ શહેરમાં યોજાયેલી

વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 2025માં મમતાએ ઇતિહાસ રચ્યો છે. મમતાએ 5000 મીટર ક્રોસ કન્ટ્રી

રેસમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીતીને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ અને

રાજ્યનું નામ રોશન કર્યું છે.

મમતા હાલમાં ઉત્તર પ્રદેશ પોલીસમાં, કોન્સ્ટેબલ તરીકે

પોસ્ટેડ છે. તે ભારતની 260 સભ્યોની ટીમના

ભાગ રૂપે અમેરિકા ગઈ હતી,

જ્યાં 1 જુલાઈના રોજ

યોજાયેલી સ્પર્ધામાં તેણે વિશ્વભરના દોડવીરોને પાછળ છોડી દીધા હતા અને સ્પર્ધામાં

પ્રથમ સ્થાન મેળવ્યું હતું. બુધવારે ગામમાં તેની ઐતિહાસિક સિદ્ધિના સમાચાર પહોંચતા

જ આખું ગામ ઉજવણીમાં ડૂબી ગયું હતું.

ડૉ. આર.કે. પાલ, પ્યારેલાલ, દિનુ પાલ, એડવોકેટ સંતોષ કુમાર પાલ, ડૉ. ધર્મેન્દ્ર કુમાર પટેલ, ડૉ. રાજેશ પાલ, ડૉ. રાકેશ પાલ, પપ્પુ પાલ અને

ગ્રામજનો, મમતાના ઘરે પહોંચ્યા અને ફોન પર તેની સાથે વાત કરી અને તેને અને તેના

પરિવારને અભિનંદન આપ્યા. આ સમય દરમિયાન મમતાના માતા-પિતાની આંખોમાં ખુશીના આંસુ

હતા, જ્યારે ગામના

લોકો પણ મમતાની સફળતાથી ખૂબ ખુશ દેખાતા હતા.

મમતાના પ્રથમ કોચ ડૉ. આર.કે. પાલે જણાવ્યું હતું કે,”

મમતાની શરૂઆતની તાલીમ ગામની સરદાર પટેલ ઇન્ટર કોલેજના મેદાનમાં થઈ હતી.” તેમણે

કહ્યું કે,” મમતા હંમેશા મહેનતુ અને શિસ્તબદ્ધ ખેલાડી રહી છે. ગ્રામીણ વાતાવરણ અને

મર્યાદિત સંસાધનો હોવા છતાં, તેણીએ તેના જુસ્સા અને સંઘર્ષના બળ પર આ સ્થાન પ્રાપ્ત

કર્યું. મમતા પાલની આ જીત તે યુવાનો માટે પણ પ્રેરણા છે જેઓ નાના ગામડાઓમાંથી બહાર

આવીને આંતરરાષ્ટ્રીય ઓળખ બનાવવાનું સ્વપ્ન જુએ છે. મમતાએ સાબિત કર્યું છે કે, જો

ઇરાદા મજબૂત હોય, તો કોઈ પણ મુકામ

દૂર નથી.”

હિન્દુસ્થાન સમાચાર / શ્રીધર ત્રિપાઠી / મહેશ પટેરિયા /

વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande