પોરબંદર શહેરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા માંગ
પોરબંદર, 2 જુલાઈ (હિ.સ.) : હાલમાં પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આવેલા સાર્વજનિક પ્લોટ માં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જે મેં ડેન્ગ્યુ મેલેરિયાના મચ્છરો ઉત્પન્ન થઈ રહ્યા છે તેથી તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ
પોરબંદર શહેરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા માંગ


પોરબંદર, 2 જુલાઈ (હિ.સ.) : હાલમાં પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આવેલા સાર્વજનિક પ્લોટ માં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જે મેં ડેન્ગ્યુ મેલેરિયાના મચ્છરો ઉત્પન્ન થઈ રહ્યા છે તેથી તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માંગ કરવામાં આવી છે. પોરબંદરની હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ મહાનગરપાલિકાને કરેલા સૂચનમાં જણાવ્યું છે કે, પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા સાર્વજનિક પ્લોટ માં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાયેલું રહેવાથી ડેન્ગ્યુ મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છર જન્યો રોગોનો ફેલાવો થવાની શક્યતા વધી છે.

આ સ્થિતિને ધ્યાનમાં લઈ મહાનગરપાલિકા એ સાર્વજનિક પ્લોટમાં જંતુનાશક દવાનો છટકાવ કરવો જોઈએ અને પ્લોટમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવો જોઈએ. પોરબંદરના રાજીવ નગર, આશાપુરા ચોક, રોકડિયા હનુમાન મંદિર પાછળની સોસાયટીઓમાં તેમજ જયુબેલી વિસ્તારમાં આવેલા સાર્વજનિક પ્લોટમાં પાણી ભરાયેલા છે તેમજ પાણીને કોઈ નિકાલ થતો નથી તેના લીધે મચ્છરો સહિત જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે.

વધુમાં રામદેવભાઈ મોઢવાડિયા એ જણાવ્યું હતું કે, પાણીનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે અને સાર્વજનિક પ્લોટ માં જંતુનાશક દવાનો છટકાવ નહિ કરવામાં આવે તો બહોળા પ્રમાણમાં લોકોમાં મચ્છરજન્ય રોગોનો ફેલાવો વધશે. તેથી મહાનગરપાલિકાએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા સાર્વજનિક પ્લોટ માં જંતુનાશક દવાનો છટકાવ કરવો જોઈએ. પોરબંદરમાં સાર્વજનિક લોટમાં જંતુનાશક દવાનો છંટકાવ એ મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે આવશ્યક છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande