મણિપુરમાં પાંચ ઉગ્રવાદીઓની ધરપકડ, હથિયારો અને વિસ્ફોટકો જપ્ત
ઇમ્ફાલ, નવી દિલ્હી, 02 જુલાઈ (હિ.સ.) મણિપુર પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્ત રીતે 30 જૂન અને 1 જુલાઈના રોજ અનેક જિલ્લાઓમાં હાથ ધરાયેલા ગુપ્તચર-આધારિત ઓપરેશન દરમિયાન, પ્રતિબંધિત સંગઠનના ટોચના નેતા સહિત પાંચ ઉગ્રવાદીઓની ધરપકડ કરી
પગલેો


ઇમ્ફાલ, નવી દિલ્હી, 02 જુલાઈ (હિ.સ.)

મણિપુર પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્ત રીતે 30 જૂન અને 1 જુલાઈના રોજ અનેક જિલ્લાઓમાં હાથ ધરાયેલા ગુપ્તચર-આધારિત

ઓપરેશન દરમિયાન, પ્રતિબંધિત સંગઠનના ટોચના નેતા સહિત પાંચ ઉગ્રવાદીઓની ધરપકડ કરી

છે.

પોલીસના જણાવ્યા અનુસાર, “ઝેડયુંએફ (જે)

ના સ્વ-ઘોષિત

ડેપ્યુટી ચીફ નામગકલુંગ કામેઈ ઉર્ફે નવેમ્બર (42) ને 1 જુલાઈના રોજ

ઇમ્ફાલ પશ્ચિમના કેકરુપટ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી 9 મીમી પિસ્તોલ, 10 જીવંત કારતૂસ

અને એક મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો. તે જ દિવસે, પોલીસે ઇમ્ફાલ

પૂર્વમાં કેવાઈકેએલ (સોરેપા) ના મુતુમ

ઇબોહનાબી સિંહ (49) ની ધરપકડ કરી

હતી. તેની પાસેથી, એક મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કેસીપી (પીડબ્લ્યુજી) કેડર મોહમ્મદ

આઝાદ ખાન ઉર્ફે કથોકપા (29)

ને પોરોમ્પટ

પોલીસ સ્ટેશન હેઠળના ખુરઈ ચૈથાબી લીરાકથી ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી એક

મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો.”

પોલીસે જણાવ્યું હતું કે,” કેસીપી (અપુનબા) સાથે

સંકળાયેલા ખુલેમ તુલાજીત મેતેઈ ઉર્ફે તુલેન (21), ને ખુરાઈ કોંગખામ લેઈકાઈથી ધરપકડ કરવામાં આવી હતી. તેની

પાસેથી એક મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો. 30 જૂનના રોજ, કેસીપી (નોયોન/એમએફએલ) કેડર ખોઈરોમ ઇંગોટન સિંહ ઉર્ફે ટોમ્બા (48), ને ઇરિલબુંગ

પોલીસ સ્ટેશન હેઠળના કેરાઓ ખુનોથી ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી એક સિંગલ

બેરલ ગન, બે રાઉન્ડ સાથે 9 એમએમપિસ્તોલ, લશ્કરી સાધનો, એક બુલેટપ્રૂફ

હેલ્મેટ અને જેકેટ અને રેડિયો વાયરલેસ સેટ જપ્ત કરવામાં આવ્યા હતા.”

સુરક્ષા દળોએ, જીરીબામ અને કાંગપોકપી જિલ્લામાં, અલગ અલગ

દરોડા દરમિયાન શસ્ત્રો અને દારૂગોળોનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો હતો. જીરીબામ

જિલ્લામાં (જૈરોલપોકપીથી ઉચાથોલ વિસ્તાર) જપ્ત કરાયેલી વસ્તુઓમાં બે સંશોધિત .303 રાઈફલ, છ એસબીબીએલ, ચાર ડીબીબીએલ, બે 12-બોર શોટગન, એક પોમ્પી ગન, એક ટીયર ગેસ ગન, 11 ટ્યુબ લોન્ચર, ચાર્જર સાથે પાંચ

વોકી-ટોકી અને આઠ ટીયર ગેસ શેલનો સમાવેશ થાય છે. કાંગપોકપી જિલ્લામાં (નેપાળી

ખુટ્ટી, કોટલેન) જપ્ત

કરાયેલી વસ્તુઓમાં ત્રણ બોલ્ટ-એક્શન રાઇફલ્સ, ચાર સિંગલ-બેરલ રાઇફલ્સ, બે પુલ-મિકેનિઝમ રાઇફલ્સ, છ ઇમ્પ્રુવાઇઝ્ડ મોર્ટાર, ત્રણ સફેદ

ફોસ્ફરસ ગ્રેનેડ, ત્રણ નંબર 36 હેન્ડ ગ્રેનેડ, એસેસરીઝ સાથે, બે યુબીજીએલ શેલ, 45 રબર બુલેટ, વિવિધ પ્રકારના

જીવંત રાઉન્ડ, ખાલી કારતૂસ, ચાર ટ્યુબ લોન્ચર, એક ટીયર સ્મોક

ગ્રેનેડ અને બે ટીયર ગેસ શેલનો સમાવેશ થાય છે.”

હિન્દુસ્થાન સમાચાર/શ્રીપ્રકાશ/વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande