કોરોના રસી અને હાર્ટ એટેકથી થતા મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ નથી: આરોગ્ય મંત્રાલય
નવી દિલ્હી, 2 જુલાઈ (હિ.સ.) તાજેતરના સમયમાં, દેશમાં હાર્ટ એટેકથી અચાનક મૃત્યુના ઘણા કિસ્સાઓ જોવા મળ્યા છે. આ પછી, પ્રશ્નો ઉભા થવા લાગ્યા કે, શું તેનો કોરોના રસી સાથે કોઈ સંબંધ છે. આવી સ્થિતિમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ક
કોવીડ


નવી દિલ્હી, 2 જુલાઈ (હિ.સ.) તાજેતરના સમયમાં, દેશમાં હાર્ટ

એટેકથી અચાનક મૃત્યુના ઘણા કિસ્સાઓ જોવા મળ્યા છે. આ પછી, પ્રશ્નો ઉભા થવા

લાગ્યા કે, શું તેનો કોરોના રસી સાથે કોઈ સંબંધ છે. આવી સ્થિતિમાં, કેન્દ્રીય આરોગ્ય

મંત્રાલયે કોવિડ-19 રસી વિશેની આ

બધી અફવાઓને ફગાવી દેતા સ્પષ્ટતા કરી કે, દેશમાં ઘણી એજન્સીઓ દ્વારા અચાનક અસ્પષ્ટ

મૃત્યુના કેસની તપાસ કરવામાં આવી છે. આ અભ્યાસોએ નિષ્કર્ષ પર સ્થાપિત કર્યું છે કે

કોરોના રસીકરણ અને દેશમાં અચાનક મૃત્યુના અહેવાલો વચ્ચે કોઈ સીધો સંબંધ નથી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે,” ઇન્ડિયન

કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (એનસીડીસી) દ્વારા કરવામાં

આવેલા અભ્યાસો પુષ્ટિ કરે છે કે, ભારતમાં કોરોના રસીઓ સલામત અને અસરકારક છે, જેમાં ગંભીર

આડઅસરોના ખૂબ ઓછા કેસ છે.ઠ મંત્રાલયે કહ્યું કે,” અચાનક હૃદયરોગથી થતા મૃત્યુ

વિવિધ પરિબળોને કારણે થઈ શકે છે, જેમાં આનુવંશિકતા, જીવનશૈલી, પહેલાથી અસ્તિત્વમાં રહેલા રોગો અને કોવિડ પછીની ગૂંચવણો

શામેલ છે. આઈસીએમઆર અને એનસીડીસી, અચાનક અસ્પષ્ટ મૃત્યુ પાછળના કારણોને સમજવા માટે

સાથે મળીને કામ કરી રહ્યા છે. આ બાબતનું અન્વેષણ કરવા માટે, ખાસ કરીને 18 થી 45

વર્ષની વયના યુવાનોમાં, વિવિધ સંશોધન

અભિગમોનો ઉપયોગ કરીને બે પૂરક અભ્યાસ હાથ ધરવામાં આવ્યા હતા. એક ભૂતકાળના ડેટા પર

આધારિત અને બીજો વાસ્તવિક સમયની તપાસ સાથે સંકળાયેલો છે.”

આઈસીએમઆરના રાષ્ટ્રીય રોગશાસ્ત્ર સંસ્થા (એનઆઈઈ) દ્વારા, હાથ

ધરવામાં આવેલા પ્રથમ અભ્યાસનું શીર્ષક ભારતમાં 18-45 વર્ષની વયના પુખ્ત વયના

લોકોમાં અચાનક મૃત્યુ સાથે સંકળાયેલા પરિબળો - એક બહુકેન્દ્રિત મેચ્ડ કેસ-નિયંત્રણ

અભ્યાસ હતું. આ અભ્યાસ મે થી ઓગસ્ટ 2૦23 દરમિયાન 19 રાજ્યો અને કેન્દ્રશાસિત

પ્રદેશોની 47 તૃતીય સંભાળ હોસ્પિટલોમાં હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં એવા

વ્યક્તિઓનો સમાવેશ થતો હતો જેઓ સ્વસ્થ દેખાતા હતા પરંતુ ઓક્ટોબર 2૦21 અને માર્ચ 2૦23

વચ્ચે અચાનક મૃત્યુ પામ્યા હતા. તારણોએ નિષ્કર્ષ પર આવ્યા છે કે કોવીડ-19 રસીકરણ યુવાન

પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુનું જોખમ વધારતું નથી.”

મંત્રાલયે વધુમાં માહિતી આપી હતી કે,” આ સંદર્ભમાં બીજો

અભ્યાસ યુવાનોમાં અચાનક અસ્પષ્ટ મૃત્યુના કારણો શોધવા, હાલમાં ઓલ

ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ), નવી દિલ્હી દ્વારા આઈસીએમઆરના ભંડોળ અને

સહયોગથી હાથ ધરવામાં આવી રહ્યો છે. આ એક સંભવિત અભ્યાસ છે જેનો હેતુ યુવાન

વયસ્કોમાં અચાનક મૃત્યુના સામાન્ય કારણો શોધવાનો છે.”

અભ્યાસના ડેટાના પ્રારંભિક વિશ્લેષણ દર્શાવે છે કે,”

હૃદયરોગનો હુમલો, અથવા

મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન (એમઆઈ), આ વય જૂથમાં અચાનક મૃત્યુનું મુખ્ય કારણ છે. મહત્વપૂર્ણ વાત

એ છે કે, પાછલા વર્ષોની

તુલનામાં કારણોની પેટર્નમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. મોટાભાગના અસ્પષ્ટ

મૃત્યુના કેસોમાં, આ મૃત્યુના

સંભવિત કારણ તરીકે આનુવંશિક પરિવર્તન ઓળખવામાં આવ્યું છે. અભ્યાસ પૂર્ણ થયા પછી

અંતિમ પરિણામો શેર કરવામાં આવશે.”

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, “આ બંને અભ્યાસ

સૂચવે છે કે ભારતમાં યુવાન વયસ્કોમાં અચાનક અસ્પષ્ટ મૃત્યુનું કારણ કોવીડ-19 રસીકરણ સાથે

જોડાયેલું નથી. વૈજ્ઞાનિક નિષ્ણાતોએ પુનરોચ્ચાર કર્યો છે કે, કોવિડ રસીકરણને અચાનક

મૃત્યુ સાથે જોડતા નિવેદનો ખોટા અને ભ્રામક છે, અને વૈજ્ઞાનિક સર્વસંમતિ દ્વારા સમર્થિત નથી. નિર્ણાયક

પુરાવા વિનાના અનુમાનિત દાવાઓ રસીઓ પર જાહેર વિશ્વાસને ખતમ કરવાનું જોખમ ધરાવે છે, જેણે રોગચાળા

દરમિયાન લાખો લોકોના જીવ બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.”

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande