ડુંગળી પકવતા તથા એ.પી.એમ.સી ખાતે ડુંગળીનું વેચાણ કરતા ખેડૂતો માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ
પોરબંદર, 2 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના ડુંગળી પકવતા તથા એ.પી.એમ.સી ખાતે ડુંગળીનું વેચાણ કરતા ખેડૂતો માટે તા.01/07/25 થી 15/07/25 સુધી ઓનલાઈન અરજી કરવા પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. જેમા લાભાર્થી દીઠ અથવા ખાતા દીઠ મહત્તમ 250 ક્વિન્ટલ ની મર્યા
ડુંગળી પકવતા તથા એ.પી.એમ.સી ખાતે ડુંગળીનું વેચાણ કરતા ખેડૂતો માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ


પોરબંદર, 2 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના ડુંગળી પકવતા તથા એ.પી.એમ.સી ખાતે ડુંગળીનું વેચાણ કરતા ખેડૂતો માટે તા.01/07/25 થી 15/07/25 સુધી ઓનલાઈન અરજી કરવા પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. જેમા લાભાર્થી દીઠ અથવા ખાતા દીઠ મહત્તમ 250 ક્વિન્ટલ ની મર્યાદામાં તથા વધુમાં વધુ 50,000/- ની સહાય મળવાપાત્ર રહેશે.એક ખેડુત ખાતેદારને 1 કી.ગ્રા ડુંગળી ના 2/- લેખે એક ખેડુત વધુમાં વધુ 25,000કી.ગ્રા ના વધુમાં વધુ 50,000/- સુધી સહાય મેળવી શકશે. અથવા જે ભાવ માં ખેડુત લાભાર્થીએ જીલ્લાના માર્કેટીગ યાર્ડ ખાતે ડુંગળી પાકનું વેચાણ કરેલ હોય.

જેમા 25,000 કી.ગ્રા ના 50,000/- થી ઓછા ભાવ મળેલ હોય તેવા લાભાર્થી ને યાર્ડ દ્વારા ચુકવાયેલ રકમના ભાવનો અને માર્કેટ ઇન્ટરવેન્સન પ્રાઇસ (MIP) નો તફાવત જે બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. જો કોઇ ખેડૂત એક કરતા વધુ જમીનના ખાતા ધરાવતા હોય તેવા કિસ્સામાં તે ખેડૂતને મહત્તમ 250 ક્વિન્ટલની (25000 કી.ગ્રા) મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે તેમજ જો કોઇ જમીનના ખાતામાં એક કરતા વધુ ખાતેદારો હોય તેવા કિસ્સામાં ખાતામાં સમાવિષ્ટ ખેડૂત ખાતેદારોને કૂલ મળીને મહત્તમ 250 ક્વિન્ટલની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.આ યોજના અંતર્ગત ખેડૂતને મહત્તમ રૂ.200/ક્વિન્ટલ અથવા ખેડૂત દ્રારા એ.પી.એમ.સી.માં કરેલ વેચાણના ઘટકમાં જીલ્લામાં ડુંગળી પાક ઉત્પાદન કરતા ખેડુતોને યોજનામાં લાભ લેવા માટે ઓનલાઇન www.ikhedut.gujarat.gov.in વેબસાઇટ ઉપર અરજી કરવા માટે બાગાયત વિભાગ પોરબંદરની યાદીમાં જણાવવામા આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande