નવી દિલ્હી, 02 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, થોડા સમય પહેલા પાંચ દેશોના આઠ
દિવસના (02-09 જુલાઈ) પ્રવાસ
માટે રવાના થયા છે. તેઓ પહેલા ઘાના પહોંચશે. આ પછી, તેઓ ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને
નામિબિયા જશે.
પ્રધાનમંત્રી મોદી બ્રાઝિલમાં બ્રિક્સ સમિટમાં પણ ભાગ લેશે.
પ્રધાનમંત્રી મોદીએ પ્રસ્થાન પૂર્વેના નિવેદનમાં જણાવ્યું હતું કે,” તેઓ ઘાનાના
રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામાના આમંત્રણ પર 2 અને 3 જુલાઈએ ત્યાંની મુલાકાત લેશે.”
તેમણે કહ્યું કે,” ઘાના વૈશ્વિક દક્ષિણમાં એક મૂલ્યવાન
ભાગીદાર છે અને આફ્રિકન સંઘ અને પશ્ચિમ આફ્રિકન રાજ્યોના આર્થિક સમુદાયમાં
મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.”
તેમણે કહ્યું કે, હું અમારા આદાન-પ્રદાનની રાહ
જોઉં છું જેનો હેતુ અમારા ઐતિહાસિક સંબંધોને, વધુ ગાઢ બનાવવાનો અને રોકાણ, ઉર્જા, આરોગ્ય, સુરક્ષા, ક્ષમતા નિર્માણ
અને વિકાસ ભાગીદારીના ક્ષેત્રોમાં સહયોગના નવા દરવાજા ખોલવાનો છે. સાથી લોકશાહી
તરીકે, ઘાનાની સંસદમાં
બોલવું મારા માટે સન્માનની વાત હશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ