પોરબંદર, 2 જુલાઈ (હિ.સ.)પોરબંદરના ઇલાબેન વિનોદભાઈ કોટેચા નામના અરજદાર હનુમાન ગુફાથી તેમના ઘર તરફ રિક્ષામાં ગયા હતા ત્યારે તેઓ લગ્નના કિંમતી કપડાં અને સાડી વાળું બેગ રિક્ષામાં જ ભૂલી ગયા હતા. જે બાબતે તેઓએ નેત્રમ કમાન્ડમાં આવી અરજી કરતા નેત્રમ કમાન્ડ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલા સી.સી.ટી.વી. કેમેરાના માધ્યમથી રીક્ષા શોધી રીક્ષા ચાલક રાજુભાઈ હુણનો સંપર્ક કરતા તેઓને નેત્રમ ખાતે બોલાવી અરજદારને તેના બેગ પરત કરાવ્યા હતા. નેત્રમ કમાન્ડની ઉત્તમ કામગીરી માટે અરજદાર ઈલાબેને, નેત્રમ કમાન્ડનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya