હથિયારધારાના ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો
પોરબંદર, 2 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા પોલીસ અધીક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પેરોલ, ફર્લો, વચગાળાના જામીન પરથી ફરાર કેદી/આરોપીઓ તથા ગેઝેટ તથા લાલશાહીથી ફરાર આરોપીઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જે સૂચના મુજબ પેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના પો.સબ.
હથિયારધારા ના ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો.


પોરબંદર, 2 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા પોલીસ અધીક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પેરોલ, ફર્લો, વચગાળાના જામીન પરથી ફરાર કેદી/આરોપીઓ તથા ગેઝેટ તથા લાલશાહીથી ફરાર આરોપીઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જે સૂચના મુજબ પેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના પો.સબ. ઈન્સ. એચ.એમ.જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફને બગવદર પોલિસ મથકમાં 2023માં હથીયારધારા કલમ 25(1-બી).એ. 29 તથા જી.પી.એકટ ક. 135 મુજબ નોંધાયેલા ગુનાના નાસ્તા ફરતા આરોપી ઇદલા ઈન્દ્રીયાભાઈ સોલંકી મધ્યપ્રદેશ વાળો અલીરાજપુર શહેર ખાતે આવતો હોવાની માહિતી મળી હતી.

જે હકીકત આધારે તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો. પેરોલ ફર્લો સ્કોડે આરોપીને ઝડપી બગવદર પોલીસ મથકમાં સોંપી આપ્યો હતો. આ કામગીરી પેરોલ ફર્લો સ્કોડ પો.સબ.ઈન્સ. એચ.એમ.જાડેજા તથા એ.એસ.આઈ. એચ.કે.પરમાર તથા જે.આર.કટારા તથા પિયુષભાઈ બોદર તથા HC પિયુષભાઇ સીસોદીયા તથા કેશુભાઈ ગોરાણીયા તથા હરેશભાઈ સીસોદીયા તથા પ્રકાશભાઈ નકુમ તથા વજશીભાઈ વરૂ તથા જેતમલભાઇ મોઢવાડીયા તથા ભુપેન્દ્રસિંહ ઝાલા તથા કોન્સ. આકાશભાઈ શાહ તથા ટેકનીકલ ટીમ પોરબંદર દ્વારા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande