પોરબંદર, 2 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લાના સસ્તા અનાજ સંચાલકો દ્વારા જુલાઈ ઓગસ્ટ માસના વિતરણ કરવામાં બાકી રહેલા એનએફએસએ કાર્ડ ધારકો અનાજના જથ્થાના વિતરણની કામગીરી તા.5 જુલાઈ સુધી વિતરણની કામગીરી લંબાવવામા આવી છે.જિલ્લાના સસ્તા અનાજની દુકાન સંચાલકો દ્વારા જુલાઈ અને ઓગસ્ટ માસનું સસ્તા અનાજનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ ચોમાસુના કારણે ખેડૂતો ખેતી કામમાં જોતરાયા હતા અને ચૂંટણીની સાથે સાથે વરસાદે વાતાવરણના કારણે રેશનકાર્ડ ધારકો સસ્તા અનાજની દુકાન સુધી પણ પહોંચી શક્યા નથી. તેમજ વાતાવરણને કારણે ઇન્ટરનેટ સેવાઓ પણ ઘણી જગ્યાએ બંધ હોવાને મોટાભાગના રેશનકાર્ડ ધારકો જુલાઈ ઓગસ્ટના જથ્થાથી - વંચિત રહે નહીં તે માટે અને રેશનકાર્ડ ધારકોને પોતાના હકનું અનાજ પૂરતા પ્રમાણમાં મળે તેને ધ્યાને લઈને જુલાઈ અને ઓગસ્ટ માસના જથ્થાનું વિતરણ કરવાનું સરકાર દ્વારા તારીખ તા.5 જુલાઈ સુધી કરવામાં આવ્યું માટે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya