ચાણસ્મામાં 177 દીકરીઓને HPV રસી આપીને સર્વાઇકલ કેન્સરથી રક્ષણ
પાટણ, 27 જુલાઈ (હિ.સ.) : ચાણસ્મા ખાતે ભાનાણી સમાજની વાડીમાં સર્વાઇકલ કેન્સર સામે રક્ષણરૂપ HPV રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ચાણસ્મા લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવ્રત ટ્રસ્ટ, સમસ્ત બારગામ ટ્રસ્ટ ઊંઝા, યુવા સંગઠન ઊંઝા અને સમસ્ત બારગામ ય
ચાણસ્મામાં 177 દીકરીઓને HPV રસી આપીને સર્વાઇકલ કેન્સરથી રક્ષણ


ચાણસ્મામાં 177 દીકરીઓને HPV રસી આપીને સર્વાઇકલ કેન્સરથી રક્ષણ


પાટણ, 27 જુલાઈ (હિ.સ.) : ચાણસ્મા ખાતે ભાનાણી સમાજની વાડીમાં સર્વાઇકલ કેન્સર સામે રક્ષણરૂપ HPV રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ચાણસ્મા લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવ્રત ટ્રસ્ટ, સમસ્ત બારગામ ટ્રસ્ટ ઊંઝા, યુવા સંગઠન ઊંઝા અને સમસ્ત બારગામ યુવા સંગઠન ચાણસ્મા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સમાજના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી.

આ અવસરે પાટણની 25 અને ચાણસ્માની 152 દીકરીઓએ HPV રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. આ રીતે કુલ 177 દીકરીઓને રસી આપવામાં આવી હતી. રસીકરણ દરમિયાન ડો. હેત પટેલ, ડો. ધ્રુમા પટેલ, ડો. ક્રેના પટેલ (ઊંઝા), ડો. પ્રાપ્તિ પટેલ અને ડો. ક્રેના પટેલ (ચાણસ્મા)એ પોતાની આરોગ્યસેવા આપી હતી.

આ કાર્યક્રમનો આખો ખર્ચ ચાણસ્મા લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવ્રત ટ્રસ્ટ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. ભોજનની વ્યવસ્થા પરસોત્તમભાઈ શંકરદાસ પટેલ (ડેવીડ) દ્વારા કરવામાં આવી હતી જ્યારે નાસ્તાની વ્યવસ્થા મનુભાઈ કવિએ સંભાળી હતી.

સમાજના યુવા કાર્યકરો અને અગ્રણીઓએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે અભૂતપૂર્વ મહેનત કરી હતી. આયોજકોએ જણાવ્યું કે આ રસીકરણનો બીજો ડોઝ આપવાનું પણ સમારંભપૂર્વક આયોજન કરવામાં આવશે જેથી દીકરીઓનું સંપૂર્ણ રક્ષણ સુનિશ્ચિત થાય.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande