એમ્બ્યુલન્સમાં થયો બાળકનો સુરક્ષિત જન્મ: 108 ટીમની ઝડપી સેવા જીવનરક્ષી સાબિત
પાટણ, 27 જુલાઈ (હિ.સ.) : રાધનપુર તાલુકાના વડનગર ગામે રહેતી સગર્ભા મહિલા પાયલબેન ઠાકોરને રાત્રે લગભગ 2:30 વાગ્યે પ્રસૂતિનો દુખાવા શરૂ થયો હતો. તાત્કાલિક આશા વર્કરે 108 ઈમરજન્સી સેવા પર કોલ કર્યો હતો. કૉલ મળતાની સાથે જ રાધનપુર EMRI 108 ગ્રીન હેલ્થ સર્વ
એમ્બ્યુલન્સમાં થયો બાળકનો સુરક્ષિત જન્મ: 108 ટીમની ઝડપી સેવા જીવનરક્ષી સાબિત


પાટણ, 27 જુલાઈ (હિ.સ.) : રાધનપુર તાલુકાના વડનગર ગામે રહેતી સગર્ભા મહિલા પાયલબેન ઠાકોરને રાત્રે લગભગ 2:30 વાગ્યે પ્રસૂતિનો દુખાવા શરૂ થયો હતો. તાત્કાલિક આશા વર્કરે 108 ઈમરજન્સી સેવા પર કોલ કર્યો હતો. કૉલ મળતાની સાથે જ રાધનપુર EMRI 108 ગ્રીન હેલ્થ સર્વિસની ટીમના ઈએમટી સુધીરદાન ગઢવી અને પાઈલોટ અમજદખાન તરત જ એમ્બ્યુલન્સ લઈને ઘટના સ્થળે પહોંચી હતી.

પાયલબેનને સારવાર માટે રાધનપુર સરકારી હોસ્પિટલ લઈ જવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. જોકે રસ્તામાં જ પાયલબેનની સ્થિતિ વધુ ગંભીર બની અને તાત્કાલિક પ્રસૂતિની સ્થિતિ સર્જાઈ. EMT સુધીરદાન ગઢવીએ 108 હેલ્પલાઇન દ્વારા અમદાવાદના ઈમરજન્સી ડૉક્ટર મીહીર સરનો સંપર્ક સાધ્યો અને તેમની માર્ગદર્શિકા હેઠળ કામગીરી શરૂ કરી.

ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ EMT દ્વારા એમ્બ્યુલન્સમાં જ ઉપલબ્ધ ડિલિવરી કીટ અને જરૂરી તકનીકી સાધનોનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક બાળકનો જન્મ કરવામાં આવ્યો. માતા અને બાળકી બંનેને વધુ સારવાર માટે રાધનપુર SDH ખાતે ખસેડવામાં આવ્યા. બાળકીના સુરક્ષિત જન્મથી પરિવારજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ.

આ ઘટનાને લઈને પ્રોગ્રામ મેનેજર બળદેવ રબારી અને ઈમરજન્સી મેડિકલ એડવાઈઝર નીતિન ગોરાદરાએ EMT અને પાઈલોટની કામગીરીની પ્રશંસા કરી હતી. સાથે જ આવી સંકટની ઘડીએ પણ પ્રતિબદ્ધતા પૂર્વક સેવા આપી જીવન બચાવનારા કર્મચારીઓને પ્રોત્સાહન આપ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande