મહેસાણામાં શ્રાવણ માસે ભક્તિમય વાતાવરણ: માલગોડાઉન વિસ્તારના શિવ મંદિરે 14 દિવસ સુધી શિવકથાનું આયોજન
મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : મહેસાણા શહેરના માલગોડાઉન વિસ્તારમાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે શિવકથાનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસના પ્રથમ 14 દિવસ સુધી દરરોજ રાત્રે 9 થી 10:30 વાગ્યા સુધી શિવકથાનું રસપા
મહેસાણામાં શ્રાવણ માસે ભક્તિમય વાતાવરણ: માલગોડાઉન વિસ્તારના શિવ મંદિરે 14 દિવસ સુધી શિવકથાનું આયોજન


મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : મહેસાણા શહેરના માલગોડાઉન વિસ્તારમાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે શિવકથાનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસના પ્રથમ 14 દિવસ સુધી દરરોજ રાત્રે 9 થી 10:30 વાગ્યા સુધી શિવકથાનું રસપાન કરવામાં આવશે.

પ્રથમ દિવસે કથાનું આરંભ મુખ્ય યજમાન જયેશભાઈ પટેલના ઘેરથી નીકળી આવેલા 30 સાસાયટીઓના ભક્તિજનોયુક્ત પાથયાત્રાથી થયો હતો. કથાના વક્તા પ.પૂ. પરિક્ષિતજી પંડ્યા મહોદયે જણાવ્યું હતું કે શ્રાવણ ભક્તિનો મહિનો છે, જેમાં ભક્તિ દ્વારા વ્યક્તિ વિધાન બનીને પરમાત્મામાં લય પામે છે. ભક્તિ એટલે પરમાત્મા તરફનો માર્ગ, જેને શબ્દોથી સમજવી મુશ્કેલ છે પણ ભક્તિ દ્વારા અનુભવ શકાય છે.

શિવતત્વ વિષે સમજ આપતા પ.પૂ. પરિક્ષિતજી પંડ્યાએ કહ્યું કે જીવનમાં શિવની આરાધના કરી જીવનને શાસ્ત્રોક્ત રીતે જીવવું એ જ સાચો લક્ષ્ય છે. જીવનનો લય એટલે કે સમયસર ઊઠવું, સુવેલે સૂવું, ભોજન કરવું અને નિયમિત જીવનશૈલી અપનાવવી. જ્યાં સુધી લયમાં જીવન નથી આવતા ત્યાં સુધી અધૂરપણું રહે છે. આ શિવકથા કાર્યક્રમ જગતગુરૂ શંકરાચાર્યજીના આશીર્વાદથી યોજાઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande