જમીન અને કારના દરવાજામાં છુપાવેલો વિદેશી દારૂ ઝડપાયો
વડોદરા, 27 જુલાઈ (હિ.સ.)- નંદેશરી પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે રૂપાપુરા ગામમાં દરોડા પાડી બુટલેગર વિનોદ ઉર્ફે રાવડી નટવરસિંહ ગોહિલને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી પોતાની કારના બોનેટ અને દરવાજામાં વિદેશી દારૂ છુપાવતો હતો અને અત્રે જ પોતાના ઘરની ન
Alcohol


વડોદરા, 27 જુલાઈ (હિ.સ.)- નંદેશરી પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે રૂપાપુરા ગામમાં દરોડા પાડી બુટલેગર વિનોદ ઉર્ફે રાવડી નટવરસિંહ ગોહિલને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી પોતાની કારના બોનેટ અને દરવાજામાં વિદેશી દારૂ છુપાવતો હતો અને અત્રે જ પોતાના ઘરની નજીક ખુલ્લી જમીનમાં લોખંડના પિપમાં વધુ દારૂ દાટેલો હતો.

પોલીસે કુલ 393 બોટલ દારૂ (રૂ. 39,300), એક કાર અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1,44,300નો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂ છોટાઉદેપુરથી લાવવાનું આરોપી દ્વારા કબુલવામાં આવ્યું છે. દારૂ સપ્લાય કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande