ગીર સોમનાથ 27 જુલાઈ (હિ.સ.) : શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડી મુકામે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ પાટણ હિન્દુ સેવા સમાજના પ્રમુખ તરીકે સતત ૨૧મી વખત બિનહરીફ ચૂંટાવા બદલ જીતુભાઈ મોહનભાઈ કુહાડાને તેમના જીતુભાઈ સુયાણી નાનકાભાઈ તેમજ વેરાવળ સોરઠીયા વાળંદ સમાજના પ્રમુખ મહેશભાઈ વાજા તથા પરજીયા પટણી સોની સમાજના અગ્રણી મિતેશભાઈ સાગર તથા વેરાવળ બ્રહ્મસમાજના મહામંત્રી ઉમેશ ભાઈ પંડ્યા તથા અગ્રણી નિમેષભાઈ પુરોહિત તથા રાજુભાઈ પુરોહિત કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, દરબાર સમાજના અગ્રણી રમજુભાઈ ચાવડા, તેમજ ભીડીયા ખારવા સમાજના અગ્રણી ઉમેશભાઈ લોઢારી, ચુનીભાઇ આંજણી, વગેરે દ્વારા પુષ્પ ગુચ્છ અને હાર તોરા કરીને જીતુભાઇ કુહાડાનું સન્માન કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ