ગીર સોમનાથ સુત્રાપાડાનું સુખનાથ મહાદેવ મંદિર, ભક્તિ અને આસ્થાનું પ્રાચીન કેન્દ્ર
ગીર સોમનાથ 27 જુલાઈ (હિ.સ.) : શ્રાવણ માસ – ભક્તિ મહિમા સાથે સુત્રાપાડા શહેરના હ્રદયસ્થળ સુખનાથ ચોકમાં આવેલા સુખનાથ મહાદેવના મંદિરને આજે પણ લોકો શ્રદ્ધાથી શીશ ઝુકાવે છે. અતી પૌરાણિક માન્યતા ધરાવતું આ મંદિર સમગ્ર તાલુકાનું ભક્તિ સ્થાન છે. શિવ – મહાદેવ
સુત્રાપાડાનું સુખનાથ મહાદેવ


ગીર સોમનાથ 27 જુલાઈ (હિ.સ.) : શ્રાવણ માસ – ભક્તિ મહિમા સાથે સુત્રાપાડા શહેરના હ્રદયસ્થળ સુખનાથ ચોકમાં આવેલા સુખનાથ મહાદેવના મંદિરને આજે પણ લોકો શ્રદ્ધાથી શીશ ઝુકાવે છે. અતી પૌરાણિક માન્યતા ધરાવતું આ મંદિર સમગ્ર તાલુકાનું ભક્તિ સ્થાન છે.

શિવ – મહાદેવ રૂપે શાસ્ત્રોમાં જેવો વર્ણવાયા છે, તેમ સોમવાર અને શ્રાવણ માસ ભગવાન શંકરના ઉપાસનાના પવિત્ર અવસર છે. એ અનુસંધાને સુખનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન વિશેષ શણગાર અને શિવભક્તિનો મહિમા ઉજવાય છે.

ભક્તિથી ઉમટી પડતું લોકવાયકા અનુસાર, એક ભક્તને સ્વપ્નમાં ભગવાન શિવ પ્રગટ થયા અને ખોદકામ દ્વારા શિવલિંગ પ્રાપ્ત કરવાની આગાહી કરી. શિવલિંગ બળદગાડામાં મુકવામાં આવ્યું અને જે સ્થાન પર બળદગાડું અટકી ગયું – ત્યાં જ આજે ભવ્ય સુખનાથ મહાદેવ મંદિર સ્થાપિત છે.

આજનું સુખનાથ ચોક – મંદિરના નામ પરથી ઓળખાયું છે. આ મંદિરની શરૂઆત નાનકડી ડેરી રૂપે થઈ હતી, પરંતુ આજે ગામના શ્રદ્ધાળુઓના સહયોગથી આ સ્થળે ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. મંદિરના દીવાલો પર સુંદર શિવચિત્રો અંકિત કરાયા છે અને ભક્તોને આધ્યાત્મિક શાંતિ મળે છે.

પુજા કામગીરી ચેતનભાઈ આચાર્ય તથા પ્રઘુમનભાઈ આચાર્ય દ્વારા ભાવપૂર્વક સંભાળી લેવામાં આવી રહી છે.

શ્રાવણ માસ દરમિયાન દરેક સોમવારે વિશેષ શણગાર, પુજા અને શિવ ભક્તિ કાર્યક્રમોનું આયોજન થાય છે. અહીંનું ધાર્મિક વાતાવરણ ભક્તોને એક અનોખી શાંતિનો અનુભવ કરાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande