હિમાચલમાં ફરી ભારે વરસાદની ચેતવણી, બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને 203 રસ્તા બંધ
શિમલા, નવી દિલ્હી,27 જુલાઈ (હિ.સ.) હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ચોમાસુ તબાહી મચાવી શકે છે. હવામાન વિભાગે આજથી આગામી થોડા દિવસો માટે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. વિભાગે 27 અને 28 જુલાઈ માટ
વરસાદ


શિમલા, નવી દિલ્હી,27 જુલાઈ (હિ.સ.)

હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ચોમાસુ તબાહી મચાવી શકે છે. હવામાન વિભાગે આજથી આગામી

થોડા દિવસો માટે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી

છે. વિભાગે 27 અને 28 જુલાઈ માટે ભારે

વરસાદનું યલો એલર્ટ અને 29 જુલાઈ માટે ચંબા, કાંગડા, કુલ્લુ અને મંડી

જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ ઉપરાંત, 30 જુલાઈએ પણ ઘણા

જિલ્લાઓમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, “આજે ઉના, કાંગડા અને

સિરમૌરમાં ગાજવીજ, વીજળી અને ભારે

પવન સાથે ભારે વરસાદ પડી શકે છે.”

“રાજ્યમાં સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.” રાજ્ય

ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, “રવિવાર સવાર સુધી રાજ્યમાં બે રાષ્ટ્રીય

ધોરીમાર્ગો અને 203 રસ્તા બંધ છે.”

ભારે વરસાદને કારણે વીજળી અને પાણી પુરવઠો પણ પ્રભાવિત થયો

છે. રાજ્યમાં 75 વીજળી ટ્રાન્સફોર્મર અને 113 પીવાના પાણીની યોજનાઓ ઠપ્પ છે.

ચોમાસાની ઋતુની શરૂઆતથી રાજ્યમાં ઘણો વિનાશ થયો છે.

રાજ્યમાં આ ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં લગભગ 149૦ કરોડ

રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. આમાં, જાહેર બાંધકામ વિભાગને 752 કરોડ રૂપિયાનું અને જળશક્તિ

વિભાગને 495 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ ઉપરાંત, અત્યાર સુધીમાં

અચાનક પૂર, 25 વાદળ ફાટવાના

અને 32 ભૂસ્ખલનના બનાવો નોંધાયા છે.

હિન્દુસ્થાન સમાચાર / ઉજ્જવલ શર્મા / સુનિલ શુક્લા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande