'મન કી બાત' માં પ્રધાનમંત્રીએ, મરાઠા વારસાથી લઈને વિજ્ઞાન ક્ષેત્રે સિદ્ધિઓ સુધીનો ઉલ્લેખ કર્યો
નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.). વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ''મન કી બાત''માં દેશની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે, યુનેસ્કોએ મહારાષ્ટ્રના 12 મરાઠા કિલ્લાઓને વિશ્વ ધરો
મન કી બાત


નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.). વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં દેશની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે, યુનેસ્કોએ મહારાષ્ટ્રના 12 મરાઠા કિલ્લાઓને વિશ્વ ધરોહર સ્થળનો દરજ્જો આપ્યો છે. રાયગઢ, તોરણા અને પ્રતાપગઢ જેવા કિલ્લાઓ માત્ર સ્થાપત્યના પ્રતીકો જ નથી પરંતુ સ્વરાજ્યની ભાવનાના અમર સંદેશવાહક પણ છે.

મન કી બાતના 124મા એપિસોડમાં, વડા પ્રધાને 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો, જેથી પાર્ટીશનના દુ:ખ અને બલિદાનને યાદ કરી શકાય. તેમણે બાલ ગંગાધર તિલક અને વિનાયક સાવરકર જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી.

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય ગણિત અને રસાયણશાસ્ત્ર ઓલિમ્પિયાડમાં ભારતીય વિદ્યાર્થીઓની અભૂતપૂર્વ સફળતાની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, ઇન્સ્પાયર-માનક જેવી યોજનાઓ નવીનતાને પ્રોત્સાહન આપી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર/અનુપ શર્મા/વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande