મહેસાણા મહાનગરપાલિકાની નવી ડિજિટલ પહેલ: ઘરબેઠાં મળશે મ્યુનિસિપલ સેવાઓ
મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : મહેસાણા મહાનગરપાલિકા તરફથી નાગરિકોની સુવિધા માટે નવો ડિજિટલ પગથિયો લેવામાં આવ્યો છે. શહેરના નાગરિકો હવે ઘેર બેઠાંજ મ્યુનિસિપલ સેવાઓનો લાભ લઇ શકે એ માટે નવી વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ નવી સેવા “Ur
ઘરબેઠાં મળશે મ્યુનિસિપલ સેવાઓ: મહેસાણા મહાનગરપાલિકાની નવી ડિજિટલ પહેલ


મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : મહેસાણા મહાનગરપાલિકા તરફથી નાગરિકોની સુવિધા માટે નવો ડિજિટલ પગથિયો લેવામાં આવ્યો છે. શહેરના નાગરિકો હવે ઘેર બેઠાંજ મ્યુનિસિપલ સેવાઓનો લાભ લઇ શકે એ માટે નવી વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.

આ નવી સેવા “Urban Development Week 2025” અંતર્ગત શરૂ કરવામાં આવી છે. એપ્લિકેશનમાં પ્રોપર્ટી ટેક્સ ભરવો, પાણી–સફાઈ કે નાળાં જેવી શાખાઓ અંગે ફરિયાદ નોંધાવવી, વ્યવસાયિક ટેક્સ સંબંધિત વિગતો મેળવવી અને ટાઉનહોલનું ઓનલાઈન બુકિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ સેવાઓ માટે નાગરિકોએ Google Play Storeમાંથી Mahesana Municipal Corporation નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી રહેશે. એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી મોબાઇલ નંબરથી OTP વેરિફિકેશન કરવું પડશે. જેમણે મોબાઇલ ન હોય તેઓ માટે વેબસાઈટ www.mahesanacity.in પણ ઉપલબ્ધ છે.

મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ આ નવી વ્યવસ્થા મ્યુનિસિપલ સેવાઓને વધુ ઝડપથી અને પારદર્શક રીતે નાગરિકો સુધી પહોંચાડવાનો પ્રયાસ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande