તિરુચિરાપલ્લી, નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.). રવિવારે તમિલનાડુની તેમની મુલાકાતના બીજા અને છેલ્લા દિવસે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમના વારસાને સમર્પિત મુખ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક કાર્યક્રમોમાં હાજરી આપશે.
પ્રધાનમંત્રી, આજે બપોરે તિરુચિરાપલ્લી જિલ્લામાં પ્રખ્યાત ગંગઈકોંડા ચોલપુરમ મંદિર પહોંચશે અને સમ્રાટના દરિયાઈ અભિયાનોના ભવ્ય સહસ્ત્રાબ્દી ઉજવણીમાં ભાગ લેશે, જે આદિ તિરુવથીરઈ ઉત્સવ સાથે એકસાથે ઉજવવામાં આવી રહ્યા છે. આ સમારોહમાં પ્રધાનમંત્રી મોદી, રાજેન્દ્ર ચોલ પ્રથમના માનમાં એક સ્મારક સિક્કો બહાર પાડશે. તે ભારતના મહાન સમ્રાટોમાંના એક અને તેમની દૂરગામી નૌકા વિજયોની યાદમાં રજૂ કરવામાં આવશે, જેણે દક્ષિણપૂર્વ એશિયામાં ચોલ સામ્રાજ્યનો પ્રભાવ વધાર્યો. પ્રધાનમંત્રી દિવસ દરમિયાન ગંગઈકોંડા ચોલપુરમ ખાતે રાજેન્દ્ર ચોલની દરિયાઈ સિદ્ધિઓના સહસ્ત્રાબ્દીની ઉજવણી માટે આયોજિત અન્ય કાર્યક્રમોમાં ભાગ લેશે.
પ્રધાનમંત્રીની મુલાકાતને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એરપોર્ટ સંકુલ અને આસપાસના વિસ્તારને પાંચ-સ્તરીય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. આ વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ પ્રતિબંધિત છે.
બ્રિટન અને માલદીવની મુલાકાતથી પરત ફર્યા બાદ વડાપ્રધાન મોદી, શનિવારે સાંજે બે દિવસની મુલાકાતે તમિલનાડુ પહોંચ્યા હતા, આજે મુલાકાતનો છેલ્લો દિવસ છે.
હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વારા પ્રસાદ રાવ પીવી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ