પાટણની અગ્રવાલ હોસ્પિટલનો વ્યસનમુક્ત બનવાનો સંકલ્પ
પાટણ, 27 જુલાઈ (હિ.સ.) : પાટણની અગ્રવાલ હોસ્પિટલમાં મારી હોસ્પિટલ - વ્યસનમુક્ત હોસ્પિટલ, મારી હોસ્પિટલ - સ્વચ્છ અને સુંદર હોસ્પિટલ અભિયાન અંતર્ગત એક નોંધપાત્ર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આશીર્વાદ અને આરોગ્ય શાખા પાટણ
પાટણની અગ્રવાલ હોસ્પિટલનો વ્યસનમુક્ત બનવાનો સંકલ્પ


પાટણની અગ્રવાલ હોસ્પિટલનો વ્યસનમુક્ત બનવાનો સંકલ્પ


પાટણ, 27 જુલાઈ (હિ.સ.) : પાટણની અગ્રવાલ હોસ્પિટલમાં મારી હોસ્પિટલ - વ્યસનમુક્ત હોસ્પિટલ, મારી હોસ્પિટલ - સ્વચ્છ અને સુંદર હોસ્પિટલ અભિયાન અંતર્ગત એક નોંધપાત્ર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આશીર્વાદ અને આરોગ્ય શાખા પાટણના તમાકુ નિયંત્રણ સેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. ડૉ. અતુલ અગ્રવાલ અને ડૉ. અમિત અગ્રવાલની ઉપસ્થિતિમાં હોસ્પિટલના તમામ ડૉક્ટર્સ અને સ્ટાફે ભાગ લીધો હતો.

જિલ્લા વ્યસનમુક્તિ કન્વીનર નરેશભાઈ પટેલ અને સામાજિક કાર્યકર મુકેશભાઈ યોગીએ તમાકુ, બીડી, દારૂ સહિતના વ્યસનોથી બચવા માટે માર્ગદર્શન આપ્યું હતું. નરેશભાઈએ સૂચન કર્યું કે જો સ્ટાફમાંથી કોઈ વ્યસન છોડે તો તેને દર મહિને ₹500 પગાર વધારો આપવામાં આવે. ડૉ. અમિત અગ્રવાલે આ સૂચનને વધારતો સંકેત આપતાં ₹1000 પગાર વધારો કરવાની તાત્કાલિક જાહેરાત કરી અને ચાલુ મહિનાથી અમલ લાવવાની જાહેરાત કરી.

ડૉ. અમિતભાઈના આ પ્રેરણાદાયી અભિગમને સ્ટાફે પણ ખુલ્લા દિલે સ્વીકાર્યો હતો અને પાંચ કર્મચારીઓએ તત્કાલ વ્યસનમુક્ત થવાનો સંકલ્પ લીધો હતો. તેઓનું માનવું છે કે જેમ શાળાઓ તમાકુમુક્ત બની શકે છે, તેમ હોસ્પિટલો પણ 100% વ્યસનમુક્ત બની શકે છે. આ પહેલથી સમાજમાં એક સકારાત્મક સંદેશ ગયો છે અને પાટણની અન્ય હોસ્પિટલોને પણ વ્યસનમુક્તિ તરફ આગળ વધવા માટે પ્રેરણા મળશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande