સોમનાથ 27 જુલાઈ (હિ.સ.) : સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના કુલપતિ પ્રો. સુકાન્ત કુમાર સેનાપતિની પ્રેરણા અને પ્રભારી શોધનિર્દેશક ડૉ. પંકજકુમાર રાવલના માર્ગદર્શનમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(UGC)ના નિયમો મુજબ અત્રેની યુનિવર્સિટીના સંશોધન વિભાગે વર્ષ-૨૦૨૫માં પીએચ.ડી. પ્રવેશ હેતુ भाषादक्षता कसौटी-२०२५ (Written) Testનું આયોજન 27-07-2025ના રોજ બપોરે ૦૩.૦૦ કલાકે થી ૦૪.૦૦ દરમ્યાન પરિસરના પાતંજલ યોગભવનના રૂમ નંબર-108માં કર્યું.
Ph.D. અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે ભારતના વિવિધ રાજ્યોના અંદાજિત 65 આવેદકોએ અરજી કરી હતી, તે પૈકી 52 જેટલા આવેદકોએ भाषादक्षता कसौटी-२०२५ પરીક્ષા આપી હતી. તેમાં કેન્દ્ર સંયોજક તરીકે અત્રેના સંશોધન અધિકારી ડૉ. કાર્તિક પંડ્યા, બ્લોક સુપવાઈઝર તરીકે ઋત્વિક જાની, અવિરત ગોહિલ અને સહાયક તરીકે રાહુલ ત્રિવેદીએ કામગીરી કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ