ઈન્દિરાનગરમાં દારૂ વેચાણના પ્લાન પહેલા પોલીસનો દરોડો, 3 પકડાયા, 1 વોન્ટેડ
વડોદરા, 27 જુલાઈ (હિ.સ.)- બાજવાના કરોળિયા વિસ્તારમાં વિદેશી બિયર વેચવા તૈયાર ત્રિપુટી બુટલેગરોને પોલીસએ ઝડપ્યા છે. બાજવાની જવાહરનગર પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે કરોળિયાના ઇન્દિરા નગર ખાતે દરોડો પાડી ધર્મેન્દ્ર જાદવ, કેયુર રાઠોડ અને જીગ્નેશ ઉર્
ઈન્દિરાનગરમાં દારૂ વેચાણના પ્લાન પહેલા પોલીસનો દરોડો, 3 પકડાયા, 1 વોન્ટેડ


વડોદરા, 27 જુલાઈ (હિ.સ.)- બાજવાના કરોળિયા વિસ્તારમાં વિદેશી બિયર વેચવા તૈયાર ત્રિપુટી બુટલેગરોને પોલીસએ ઝડપ્યા છે. બાજવાની જવાહરનગર પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે કરોળિયાના ઇન્દિરા નગર ખાતે દરોડો પાડી ધર્મેન્દ્ર જાદવ, કેયુર રાઠોડ અને જીગ્નેશ ઉર્ફે જેકસો પરમારને ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ આરોપીઓ ધર્મેન્દ્રના ઘરના રસોડાના પ્લેટફોર્મ નીચે છુપાવેલા 436 નંગ બિયરના ટીન વેચવા માટે તૈયાર રાખ્યા હતા. પોલીસને પૂછપરછમાં આરોપીઓએ દારૂનો જથ્થો દાહોદના પવન નામના શખ્સ પાસેથી મળ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે પવનને વોન્ટેડ જાહેર કર્યો છે.

કુલ રૂ. 50,140ના બિયર, ત્રણ મોબાઇલ સહિત રૂ. 55,140નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande