હરિદ્વાર,નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.)
રવિવારે સવારે હરિદ્વારના પ્રખ્યાત સિદ્ધપીઠ માનસા દેવી મંદિર તરફ જતી સીડી પર,
ભાગદોડમાં કેટલાક લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. આ ઘટના સવારે 9:30 વાગ્યાની આસપાસ
બની. ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. ઘણા ઘાયલોને હોસ્પિટલમાં લઈ
જવામાં આવ્યા છે.
ભાગદોડમાં ઘાયલોની સંખ્યા 25 થી વધુ હોવાનું કહેવાય છે, જ્યારે મૃત્યુઆંક
07 હોવાનું કહેવાય
છે. સિટી કોતવાલી ઇન્ચાર્જ રિતેશ શાહના નેતૃત્વમાં, મોટી સંખ્યામાં પોલીસ દળ રાહત
અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. રિતેશ શાહે અકસ્માતમાં માત્ર બે લોકોના મોતની
પુષ્ટિ કરી છે. ભાગદોડ પાછળનું કારણ પણ હજુ સ્પષ્ટ થયુ નથી.
હિન્દુસ્થાન સમાચાર / ડૉ. રજનીકાંત શુક્લા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ