સમીમાં એક્ટિવા પર દારૂ લાવનાર યુવકે કબૂલાત કરી કે સમગ્ર ઘટનામાં કોઈ પોલીસકર્મી સંકળાયેલા નથી
પાટણ, 27 જુલાઈ (હિ.સ.)સમી ગામમાં એક્ટિવા પર દારૂની ડિલિવરી કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય ઊભો થયો. વીડિયોમાં મહેશભાઈ ખેમાભાઈ દારૂ સાથે દેખાતા હતા. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને વાઈરલ વીડિયો
સમીમાં એક્ટિવા પર દારૂ લાવનાર યુવકે કબૂલાત કરી કે સમગ્ર ઘટનામાં કોઈ પોલીસકર્મી સંકળાયેલા નથી


પાટણ, 27 જુલાઈ (હિ.સ.)સમી ગામમાં એક્ટિવા પર દારૂની ડિલિવરી કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય ઊભો થયો. વીડિયોમાં મહેશભાઈ ખેમાભાઈ દારૂ સાથે દેખાતા હતા. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને વાઈરલ વીડિયોને ગંભીરતાથી લેવામાં આવ્યો છે, કારણ કે ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે.

વિડિયો સામે આવ્યા બાદ મહેશભાઈ ખેમાભાઈએ પોતાના નિવેદનમાં કબૂલાત કરી છે કે તેઓ રાજસ્થાનથી ફરવા આવ્યા હતા અને પોતાનું પીવાનું દારૂ સાથે લાવ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ દારૂ પીવાની ટેવ ધરાવે છે અને વીડિયો વાઈરલ કરનાર વ્યક્તિને એક બોટલ આપી હતી. જેથી તે પોલીસથી ડરે નહીં, એટલા માટે વીડિયોમાં ખોટું કહીને પોલીસનું નામ ઉલ્લેખાયું હોવાનું પણ મહેશભાઈએ ખુલાસો કર્યો.

મહેશભાઈએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે આ સમગ્ર ઘટનામાં કોઈ પોલીસકર્મી સંકળાયેલા નથી. મારી સાથે કોઈ પોલીસ સંકળાયેલ નથી, તેમ તેમણે પોતાનાં નિવેદનમાં જણાવ્યું છે. ઘટના પછી સ્થાનિકોએ દારૂબંધીના કાયદાના અમલ અંગે પણ પ્રશ્નો ઊઠાવ્યા છે અને આવી ઘટનાઓ રાજ્યની દારૂબંધી નીતિને પડકારતી બનતી હોવાનું માનીને લોકોએ કડક કાર્યવાહીની માગ ઉઠાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande