રાહુલ ગાંધીએ છત્તીસગઢમાં કેથોલિક નનની ધરપકડને લઘુમતીઓ પરનો અત્યાચાર ગણાવ્યો
નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.). છત્તીસગઢના દુર્ગમાં બળજબરીથી ધર્માંતરણ અને માનવ તસ્કરીના આરોપસર ધરપકડ કરાયેલા ત્રણ કેથોલિક નનના કેસને વેગ મળી રહ્યો છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે, તેને લઘુમતીઓ પરનો અ
લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી


નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.). છત્તીસગઢના દુર્ગમાં બળજબરીથી ધર્માંતરણ અને માનવ તસ્કરીના આરોપસર ધરપકડ કરાયેલા ત્રણ કેથોલિક નનના કેસને વેગ મળી રહ્યો છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે, તેને લઘુમતીઓ પરનો અત્યાચાર ગણાવ્યો.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, છત્તીસગઢમાં બે કેથોલિક નનને તેમની શ્રદ્ધાને કારણે જેલમાં મોકલવામાં આવ્યા છે. આ ન્યાય નહીં પણ ટોળાશાહી છે. તેને એક પેટર્ન તરીકે વર્ણવતા તેમણે કહ્યું કે વર્તમાન શાસનમાં લઘુમતીઓ પર વ્યવસ્થિત રીતે અત્યાચાર થઈ રહ્યો છે. સંસદમાં આ મુદ્દા પર સાંસદોએ વિરોધ કર્યો. અમે ચૂપ નહીં બેસીએ. ધાર્મિક સ્વતંત્રતા બંધારણીય અધિકાર છે અને અમે નનની તાત્કાલિક મુક્તિ અને આ અન્યાય માટે જવાબદારીની માંગ કરીએ છીએ.

કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલે કહ્યું કે, દુર્ગમાં કેથોલિક નનની ધરપકડ અને અત્યાચાર સામે સાંસદોએ સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે કહ્યું કે, નનને કોઈ ગુના વિના હિંસક ટોળા દ્વારા નિશાન બનાવવામાં આવી હતી અને લઘુમતીઓને ડરાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે આ સરકાર લઘુમતીઓ સાથે ગુનેગારો જેવો વ્યવહાર કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, 26 જુલાઈના રોજ છત્તીસગઢ પોલીસે બજરંગ દળના એક અધિકારીની ફરિયાદ પર માનવ તસ્કરી અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરવાના આરોપસર દુર્ગ રેલ્વે સ્ટેશનથી ત્રણ છોકરીઓને આગ્રા લઈ જઈ રહેલી બે સાધ્વીઓ અને એક અન્ય મહિલાની ધરપકડ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande