નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન
(સીબીઆઈ) એ નાસિકમાં સેન્ટ્રલ રેલવેના, ટ્રેક્શન મશીન વર્કશોપમાં એક સેક્શન
એન્જિનિયરને 15 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી છે. એન્જિનિયરનું નામ
વિજય ચૌધરી છે. તેના પર રેલ્વે કામોમાં વપરાતા લાકડાનો ગુણવત્તા અહેવાલ જારી કરવા
માટે લાંચ લેવાનો આરોપ છે.
સીબીઆઈના જણાવ્યા અનુસાર ફરિયાદ મળી હતી
કે, એન્જિનિયરે તેની સાથે સંકળાયેલી એક ખાનગી કંપની પાસેથી, રેલ્વે કામોમાં વપરાતા
પેકિંગ લાકડાના સપ્લાય સંબંધિત ગુણવત્તા પરીક્ષણ અહેવાલ જારી કરવા માટે 15 હજાર
રૂપિયાની લાંચ માંગી હતી. આ પછી, કંપનીના માલિકે સીબીઆઈને આ અંગે ફરિયાદ કરી. સીબીઆઈએ, છટકું
ગોઠવ્યું અને એન્જિનિયર ચૌધરીને 15 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી.”
ધરપકડ બાદ વિજયની ઓફિસ અને રહેણાંક જગ્યાની પણ
તપાસ કરવામાં આવી. જ્યાં સીબીઆઈએ અન્ય ઘણા વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા. હાલમાં, સીબીઆઈ આ મામલાની
સંપૂર્ણ તપાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ