લેફ્ટનન્ટ ગવર્નરે, શ્રી બુઢા અમરનાથ યાત્રા માટે, યાત્રાળુઓના પહેલા જ જથ્થાને લીલી ઝંડી આપી
જમ્મુ,નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.) લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ સોમવારે ભગવતી નગર યાત્રી નિવાસથી પવિત્ર શ્રી બુઢા અમરનાથ જી યાત્રા માટે, યાત્રાળુઓના પહેલા જ જથ્થાને લીલી ઝંડી આપી. લેફ્ટનન્ટ ગવર્નરે તમામ યાત્રાળુઓને સલામત અને
યાત્રા


જમ્મુ,નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.)

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ સોમવારે ભગવતી નગર યાત્રી નિવાસથી પવિત્ર શ્રી બુઢા

અમરનાથ જી યાત્રા માટે, યાત્રાળુઓના પહેલા જ જથ્થાને લીલી ઝંડી આપી.

લેફ્ટનન્ટ ગવર્નરે તમામ યાત્રાળુઓને સલામત અને

આધ્યાત્મિક રીતે પરિપૂર્ણ યાત્રાની શુભેચ્છા પાઠવી. લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે,”

મહાદેવના ધામની પવિત્ર યાત્રા એક જ્ઞાનવર્ધક અનુભવ છે. હું દ્રઢપણે માનું છું કે,

તે ભક્તોને જીવનના રહસ્યો ઉજાગર કરે છે.”

લેફ્ટનન્ટ ગવર્નરે બાબા અમરનાથ અને બુઢા અમરનાથ

યાત્રી ન્યાસ, પ્રવાસન વિભાગ, જિલ્લા

વહીવટીતંત્ર, અન્ય હિસ્સેદારો

અને લંગર સેવા પૂરી પાડતી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા, ઝીણવટભર્યા કાર્યની

પ્રશંસા કરી. વાર્ષિક યાત્રા અને બુઢા અમરનાથ જી મેળા, વાર્ષિક ઉત્સવ

માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

મીડિયા સાથે વાત કરતા લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું

કે,” પ્રથમ જ જથ્થામાં, દેશભરમાંથી 1000 થી વધુ

યાત્રાળુઓ શ્રી બુઢા અમરનાથ જીની પવિત્ર યાત્રા માટે રવાના થયા છે. બીજી તરફ, ગઈકાલ સુધીમાં, ૩.77 લાખ

યાત્રાળુઓએ શ્રી અમરનાથજીની પવિત્ર ગુફાના દર્શન કર્યા છે. મને આશા છે કે,

દેશભરમાંથી યાત્રાળુઓ શ્રી બુઢા અમરનાથજીના દર્શન કરવા આવશે અને જમ્મુ અને કાશ્મીર

અને રાષ્ટ્રની શાંતિ અને પ્રગતિ માટે ભોલેનાથને પ્રાર્થના કરશે.”

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / વીરેન્દ્ર

સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande