નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.) સંસદના ચોમાસુ સત્રના બીજા અઠવાડિયાના પહેલા
દિવસે સોમવારે, વિપક્ષ દ્વારા કરવામાં આવેલા નારાબાજીને કારણે બંને ગૃહો, લોકસભા અને
રાજ્યસભાની કાર્યવાહી પહેલા બપોરે 12 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી. જ્યારે બપોરે 12 વાગ્યે
કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિપક્ષે ફરીથી હંગામો મચાવ્યો, જેના કારણે
લોકસભાની કાર્યવાહી બપોરે 1 વાગ્યા સુધી
મુલતવી રાખવામાં આવી અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી
મુલતવી રાખવામાં આવી.
મુલતવી રાખતા પહેલા, લોકસભાના અધ્યક્ષ
ઓમ બિરલાએ આંદોલનકારી સાંસદોને કહ્યું કે,” દેશ તમારી પાસેથી જાણવા માંગે છે કે,
તમે સંસદ કેમ ચલાવવા માંગતા નથી.” લોકસભા અધ્યક્ષે વિપક્ષને પૂછ્યું કે,” શું તમે
ગૃહને ખોરવવા માંગો છો? શું તમે ઓપરેશન
સિંદૂર પર ચર્ચા કરવા નથી માંગતા?”
તેમણે કહ્યું કે,” ગોગોઈ (કોંગ્રેસના નેતા ગૌરવ
ગોગોઈ) અને તમારા બધા પક્ષોના નેતાઓ આવ્યા હતા. તમે કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર
પર ચર્ચા થવી જોઈએ, પરંતુ તમે ગૃહને
કેમ કામ કરવા દેતા નથી? તમે શા માટે
હંગામો કરી રહ્યા છો? પ્રશ્નોત્તરીનો
સમય સભ્યો માટે, મહત્વપૂર્ણ સમય છે. દેશ જાણવા માંગે છે કે તમે પ્રશ્નાવલિ કેમ
મુલતવી રાખવા માંગો છો? વિપક્ષના નેતાએ
તેમના પક્ષના નેતાઓને સમજાવવું જોઈએ કે, તેમને ગૃહમાં પત્રિકાઓ ફેંકવા અને
પ્લેકાર્ડ લાવવા માટે મોકલવામાં આવ્યા નથી. તમે આયોજનબદ્ધ રીતે ગૃહને ખોરવી નાખવા
માંગો છો. આ યોગ્ય નથી.”
આ દરમિયાન, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે રાજ્યસભામાં જાહેરાત કરી કે,”
નોટિસ ડિજિટલ રીતે સબમિટ કરવી જોઈએ, કારણ કે કેટલાક સભ્યો હજુ પણ ભૌતિક રીતે નોટિસ સબમિટ કરી
રહ્યા છે.” તેમણે માહિતી આપી કે,” બધી નોટિસ ફક્ત ડિજિટલ પાર્લામેન્ટ પોર્ટલ
દ્વારા જ સબમિટ કરી શકાય છે. આજે ગૃહમાં, ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (એઆઇએડીએમકે) ના એમ. ધનપાલ અને
આઈ.એસ. ઈંબાદુરાઈએ રાજ્યસભામાં સંસદ સભ્ય તરીકે શપથ લીધા. આ પછી, વિપક્ષના
હોબાળાને કારણે, ગૃહની કાર્યવાહી
પહેલા બપોરે 12 વાગ્યા સુધી અને
પછી બપોરે 2 વાગ્યા સુધી
સ્થગિત કરવામાં આવી.”
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / વીરેન્દ્ર
સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ