કેન્દ્રીય મંત્રી સંજય સેઠને, મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી
રાંચી, નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.) રાંચી પોલીસે કેન્દ્રીય સંરક્ષણ રાજ્યમંત્રી અને રાંચી સાંસદ સંજય સેઠને મારી નાખવાની ધમકી આપવાના આરોપસર એક વ્યક્તિની ધરપકડ કરી છે. ડીઆઈજી કમ એસએસપી ચંદન સિંહાના નિર્દેશ પર રચાયેલી પોલીસ ટી
ધમકી


રાંચી, નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.)

રાંચી પોલીસે કેન્દ્રીય સંરક્ષણ રાજ્યમંત્રી અને રાંચી સાંસદ સંજય સેઠને મારી

નાખવાની ધમકી આપવાના આરોપસર એક વ્યક્તિની ધરપકડ કરી છે. ડીઆઈજી કમ એસએસપી ચંદન

સિંહાના નિર્દેશ પર રચાયેલી પોલીસ ટીમે આ કાર્યવાહી કરી છે. ધરપકડ કરાયેલ આરોપીનું

નામ નિત્યાનંદ પાલનું જણાવાયું છે. સોમવારેએકવરિષ્ઠઅધિકારીએધરપકડનીપુષ્ટિકરીછે.

પોલીસપાસેથીમળેલીમાહિતીઅનુસાર, નશાની હાલતમાં

આરોપીએ ફોન પર કેન્દ્રીય સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠને મારી નાખવાની ધમકી આપી

હતી. ફોન કરનારે સંજય સેઠને કહ્યું હતું કે,” તેણે ઘણા લોકોને મારી નાખ્યા છે અને

હવે મંત્રીનો વારો છે.” આ પછી, ધમકી આપનાર વ્યક્તિએ એક મેસેજ પણ મોકલ્યો, જેમાં લખ્યું

હતું કે,” તમને ગોળી મારી દેવામાં આવશે.”

ધમકી મળ્યા બાદ, સંજય સેઠે તરત જ રાંચી અને દિલ્હી પોલીસને જાણ

કરી. માહિતી મળતાં જ, રાંચી પોલીસ

સક્રિય થઈ ગઈ અને ડીઆઈજી કમ એસએસપી ચંદન સિંહાના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી.

આ ટીમે ઝડપથી કાર્યવાહી કરી અને ધમકી આપનાર આરોપીને ધનબાદથી ધરપકડ કરી.

આરોપી દારૂ પીધેલી હાલતમાં ફોન પર કોઈને કોઈ

ધમકી આપતો હતો. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / વિકાસ કુમાર પાંડે /

વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande