ડિમ્પલ યાદવના સમર્થનમાં, એનડીએ સાંસદોએ સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું
નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.) રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) ના સાંસદોએ સોમવારે ઓલ ઈન્ડિયા ઇમામ એસોસિએશન (એઆઇઆઇએ) ના પ્રમુખ મૌલાના સાજિદ રશીદી દ્વારા ટેલિવિઝન ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટી (સપા) ના સાંસદ ડિમ્પલ યાદવ પર કરવામાં આવેલી
વિરોધ


નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.) રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) ના સાંસદોએ

સોમવારે ઓલ ઈન્ડિયા ઇમામ એસોસિએશન (એઆઇઆઇએ) ના પ્રમુખ મૌલાના સાજિદ રશીદી દ્વારા ટેલિવિઝન ચર્ચા

દરમિયાન સમાજવાદી પાર્ટી (સપા) ના સાંસદ ડિમ્પલ યાદવ પર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી

સામે સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. એનડીએના ઘટક પક્ષોના તમામ મહિલા સાંસદોએ

આ ટિપ્પણીની નિંદા કરી છે. સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ એનડીએના સાંસદોએ,

ડિમ્પલ યાદવના મુદ્દા પર અખિલેશ યાદવને ઘેરી લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મૌલાના સાજિદ

રશીદીએ, સપા વડાની પત્ની અને સાંસદ ડિમ્પલ યાદવ વિશે ટિપ્પણી કરી હતી. મૌલાના

રશીદીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં મૌલાનાને એમ કહેતા સાંભળી શકાય છે કે,”

મસ્જિદમાં આયોજિત સભામાં સપાની બે મહિલાઓ બેઠી છે. એક છે ઇકરા હસન જે માથું

ઢાંકીને બેઠી છે. આ પછી, મૌલાનાએ ડિમ્પલ

યાદવના ડ્રેસ પર ટિપ્પણી કરી.”

હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande