મહારાષ્ટ્રના પુણેમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવા બદલ, એક અમેરિકન નાગરિક સહિત ત્રણ લોકોની ધરપકડ
મુંબઈ, નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.). મહારાષ્ટ્રના પુણે જિલ્લાના પિંપરી ચિંચવડમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવા બદલ પોલીસે એક અમેરિકન નાગરિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. પિંપરી પોલીસ સ્ટેશનની ટીમ આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે. પોલીસ સૂત્રોએ સોમ
પિંપરી પોલીસ સ્ટેશન, પુણે


મુંબઈ, નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.). મહારાષ્ટ્રના પુણે જિલ્લાના પિંપરી ચિંચવડમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવા બદલ પોલીસે એક અમેરિકન નાગરિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. પિંપરી પોલીસ સ્ટેશનની ટીમ આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે.

પોલીસ સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે, પિંપરી કેમ્પમાં વૈષ્ણો દેવી મંદિર પાસે રહેતા ફરિયાદી સન્ની બંસીલાલ દાનાણી (27) ની ફરિયાદના આધારે, પિંપરી પોલીસે ધર્મ પરિવર્તનના પ્રયાસનો કેસ નોંધ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, તેના પર ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કરાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. તેને માનસિક રીતે હેરાન કરતી વખતે તેને કહેવામાં આવ્યું હતું કે, જો તમે ઈસુ ખ્રિસ્તને ભગવાન તરીકે માનશો, તો તમને સુખ, શાંતિ, સંપત્તિ અને માનસિક સ્વાસ્થ્ય મળશે. બાકીના બધા દેવતાઓ અને ધર્મો ફક્ત વાર્તાઓ છે. આ ઉપરાંત, જો તે ધર્મ પરિવર્તન કરાવશે તો ભવિષ્યમાં નાણાકીય મદદનું વચન આપીને, તેની ધાર્મિક માન્યતાઓનું અપમાન કરવામાં આવ્યું હતું. આ પછી, ફરિયાદી પિંપરી પોલીસ સ્ટેશન પહોંચ્યો. તેણે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી.

પિંપરી પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, શેફર જેવિન જેકબ (ઉંમર 41, મૂળ કેલિફોર્નિયા, યુએસએ, હાલમાં મુકાઈ ચોક, પુણે પાસે રહે છે), સ્ટીવન વિજય કદમ (ઉંમર 46, રહે. ઉદ્યમનગર, અજમેરા, પિંપરી, પુણે) અને અન્ય એક વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતા 2023 ની કલમ 299, 3(5) અને વિદેશી કાયદાની કલમ 14(બી)(એ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વિજયાનંદ પાટીલ કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર યાદવ / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande