પાટણ, 3 જુલાઈ (હિ.સ.)આજરોજ મહોરમના તહેવારમાં કરબલા ના શહીદોની યાદમાં ખડિયાસન મુકામે હુસૈની રક્તદાન કેમ્પનું આયોજન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સિધ્ધપુર, સિવિલ હોસ્પિટલ સિધ્ધપુર, ગાયત્રી બ્લડ બેન્ક પાલનપુર અને મકરબા જાફરીયા અને ખડિયાસના મોમીન સમાજના સહયોગથી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં 150 બોટલ એકઠી કરવામાં આવી..
આ આયોજનને સફળ બનાવવા મોમીન સમાજના મિત્રો ઇન્ડિયન રેડક્રોસના ડોક્ટર નિશીથભાઈ અજાણી, પ્રવીણભાઈ મોદી ભરતભાઈ મોદી ,સુરેશભાઈ પંચાલ ,બ્લડ બેન્ક ના મિત્રો અને દિલીપભાઈ પુરોહિતએ ખૂબ જ સુંદર સેવાઓ પૂરી પાડી કેમ્પને સકળ બનાવ્યો..
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર