કુતિયાણામાં વરલી-મટકાનો જુગાર રમાડનાર શખ્સ ઝડપાયો
પોરબંદર, 3 જુલાઈ (હિ.સ.) કુતિયાણા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન તેઓને બાતમી મળી હતી કે પસવારી-સેગરસ ગામ રોડ લકડનાથ મંદીર પાસે જાહેરમાં એક શખ્સ વરલી મટકાનો જુગાર રમાડે છે જે હકીકતને આધારે પોલીસે સ્થળ પર પહોંચી ચેકીંગ કરતા નાગાજન ઉર્ફે
કુતિયાણામાં વરલી-મટકાનો જુગાર રમાડનાર  શખ્સ ઝડપાયો.


પોરબંદર, 3 જુલાઈ (હિ.સ.) કુતિયાણા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન તેઓને બાતમી મળી હતી કે પસવારી-સેગરસ ગામ રોડ લકડનાથ મંદીર પાસે જાહેરમાં એક શખ્સ વરલી મટકાનો જુગાર રમાડે છે જે હકીકતને આધારે પોલીસે સ્થળ પર પહોંચી ચેકીંગ કરતા નાગાજન ઉર્ફે નાગો હરદાસભાઈ વાઘેલા નામનો ઈસમ જાહેરમાં વરલીમટકાના આંકડા લખી વરલી મટકાનો જુગાર રમાડતો હતો જેથી પોલીસે આ શખ્સને રોકડા રૂા. 12,080/- ના મુદામાલ સાથે ઝડપી પાડી કુલ મુદ્દામાલ કિ.રૂા. 12,080/- ઈસમ સામે જુ.ધા. કલમ 12(અ) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં પો.ઈન્સ વી.પી. પરમાર તથા પો.હેડ.કોન્સ. વાય.એસ.વાળા તથા પી.આર. ઓડેદરા તથા પો.કોન્સ અલ્તાબ હુસેનભાઇ તથા ભરત ભોજાભાઈ તથા વિજય ખીમાણંદભાઈ તથા અક્ષયકુમાર જગતસિંહ તથા અશ્વિન વેજાભાઈ રોકાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande