પોરબંદર, 3 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના યુવાનને યુરોપ મોકલવાનુ કહી દુબઈ મોકલી રૂ.12 લાખની છેપરપીડી કરવામા આવી છે આ બનાવામા યુવકે બે મહિલા સહિત ત્રણ સામે ફરીયાદ નોંધાઈ છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા રામભાઈ ભીમાભાઈ ગોરાણીયા નામના યુવાનને ખાપટ ખાતે રહેતા જેઠીબેન ઉર્ફે જાગુબેન આત્યાભાઈ કારવાદરા યુરોપ મોકલવાનો વિશ્વાસ આપી અને રૂ.12 લાખ જેવો ખર્ચ થશે તેમ કહી અને રામભાઇના માસી અને રાંભીબેનના સોનાના દાગીના બેંકમા ગીરવે મુકી અને રૂ.12 લાખ જેવી રકમ આત્યાભાઇના કહેવાથી રાજવીર ઉર્ફે ભોદી રણમલ માલદે ઓડેદરાને આપી હતી અને યુરોપ મોકલવાના બદલે દુબઇમા કોઇ કામધંધા વિના રાખી યુરોપ નહિં મોકલી રૂ.12 લાખની છેપરપીડી કરી હોવાની ફરીયાદ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમા નોધાઈ છે આ બનાવને લઇ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya