નૌકાદળના વડાએ, ઉપરાષ્ટ્રપતિને છત્રપતિ શિવાજી મહારાજની 'રાજમુદ્રા' ભેટ આપી
નવી દિલ્હી, 3 જુલાઈ (હિ.સ.) નૌકાદળના વડા એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીએ ગુરુવારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તેમના નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત લીધી. આ પ્રસંગે એડમિરલ ત્રિપાઠીએ, ઉપરાષ્ટ્રપતિને છત્રપતિ શિવાજી મહારાજની ઐતિહાસિક ''રાજમુદ્રા'' ની પ્રતિકૃતિ
નૌકાદળના વડાએ, ઉપરાષ્ટ્રપતિને છત્રપતિ શિવાજી મહારાજની 'રાજમુદ્રા' ભેટ આપી


નવી દિલ્હી, 3 જુલાઈ (હિ.સ.) નૌકાદળના વડા એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીએ ગુરુવારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તેમના નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત લીધી. આ પ્રસંગે એડમિરલ ત્રિપાઠીએ, ઉપરાષ્ટ્રપતિને છત્રપતિ શિવાજી મહારાજની ઐતિહાસિક 'રાજમુદ્રા' ની પ્રતિકૃતિ ભેટ આપી. ઉપરાષ્ટ્રપતિના એક્સ હેન્ડલ પર મુલાકાતની તસવીર શેર કરતી વખતે આ માહિતી આપવામાં આવી.

આ રાજમુદ્રાને મરાઠા સામ્રાજ્યના ગૌરવપૂર્ણ વારસા અને વહીવટી દૂરંદેશીનું પ્રતીક માનવામાં આવે છે. તેના પર અંકિત સંસ્કૃત શ્લોકનો અર્થ છે કે, શાહજીના પુત્ર શિવાજીની આ મહોર, સૌના કલ્યાણ માટે ચમકે છે, જેમ કે પ્રથમ રાત્રિના અર્ધ ચંદ્ર ની જેમ, જે સમગ્ર વિશ્વમાં સતત ફેલાઈ રહી છે અને આદરણીય છે.

આ ભેટને ઐતિહાસિક અને પ્રેરણાદાયક ગણાવતા ઉપરાષ્ટ્રપતિ ધનખડે, છત્રપતિ શિવાજી મહારાજના શાસન, નીતિ અને દેશભક્તિને યાદ કર્યા. તેમણે કહ્યું કે શિવાજી મહારાજનું જીવન હજુ પણ જાહેર સેવા, નીતિ વહીવટ અને આત્મસન્માનના પ્રણેતા છે.

શાહી મહોરની આ પ્રતીકાત્મક રજૂઆત, ભારતીય નૌકાદળ અને મરાઠા સામ્રાજ્ય વચ્ચેની ભવ્ય દરિયાઈ પરંપરાને પણ રેખાંકિત કરે છે, જેનો પાયો શિવાજી મહારાજે પોતે નાખ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande