હૈદરાબાદ, નવી દિલ્હી, 04 જુલાઈ (હિ.સ.)
તેલુગુ ફિલ્મ નિર્માતા અલ્લુ અરવિંદ શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ હાજર થયા. ઇડી અધિકારીઓએ
રામકૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ અને યુનિયન બેંક કૌભાંડ કેસમાં અરવિંદની લગભગ 3 કલાક પૂછપરછ
કરી. બાદમાં, અધિકારીઓએ અલ્લુ
અરવિંદને આવતા અઠવાડિયે ફરીથી ઇડીસમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો.
કેન્દ્રીય તપાસ એજન્સી એ જાણવા માટે તપાસ કરી રહી છે કે,”
શું અલ્લુ અરવિંદનો રામકૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ અને રામકૃષ્ણ ટેલિટેકટ્રોનિક્સમાં
નાણાકીય ગેરરીતિઓ સાથે કોઈ સંબંધ છે. આ ઘટનાક્રમ ફિલ્મ જગતમાં ચર્ચાનો વિષય બન્યો
છે. ફિલ્મ નિર્માતા અલ્લુની ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી. રામકૃષ્ણ
ઇલેક્ટ્રોનિક્સ અને રામકૃષ્ણ ટેલિટેકટ્રોનિક્સમાં 2018-19 વચ્ચે થયેલા બેંક કૌભાંડ અંગે તેમની પૂછપરછ
કરવામાં આવી. ઇલેક્ટ્રોનિક્સના નામે બે કંપનીઓ બનાવવામાં આવી હતી. આ બંને કંપનીઓએ
યુનિયન બેંક પાસેથી મળીને 101 કરોડ રૂપિયાની
લોન લીધી હતી. એવો આરોપ છે કે, આ લોનનો ઉપયોગ વ્યક્તિગત જરૂરિયાતો માટે કરવામાં
આવ્યો હતો. એટલું જ નહીં,
લીધેલી લોન પણ
ચૂકવવામાં આવી ન હતી.”
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર,”આ બે કંપનીઓ
દ્વારા ખરીદાયેલી મિલકતો અને કરવામાં આવેલા વ્યવહારોમાં અલ્લુ અરવિંદનું નામ મુખ્ય
છે. તેથી જ ઇડીઅધિકારીઓએ આજે
તેમની પૂછપરછ કરી. ઇડી એ આવતા અઠવાડિયે ફરીથી તપાસ માટે હાજર રહેવાની નોટિસ આપી
છે. અલ્લુ અરવિંદે આ તપાસ અંગે મીડિયાને કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો. આ કૌભાંડમાં
અરવિંદની ભૂમિકા વિશે હજુ સુધી માહિતી મળી નથી. અલ્લુ અરવિંદ હાલમાં ગીતા આર્ટ્સના
બેનર હેઠળ ઘણી ફિલ્મોનું નિર્માણ કરી રહ્યા છે.”
હિન્દુસ્થાન સમાચાર / નાગરાજ રાવ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ