આઈએમએ એ, યુવાનોમાં કોરોના રસીને અચાનક મૃત્યુ સાથે જોડતા દાવાઓને નકારી કાઢ્યા
નવી દિલ્હી, 4 જુલાઈ (હિ.સ.). ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) એ, યુવાનોમાં કોરોના રસીને અચાનક મૃત્યુ સાથે જોડતા દાવાઓને નકારી કાઢ્યા છે. શુક્રવારે એક નિવેદનમાં, આઈએમએ એ કર્ણાટકના હસન જિલ્લામાં યુવાનોમાં હૃદય રોગથી થતા મૃત્યુમાં અચાનક વધારા અંગે રાજ્યન
આઈએમએ


નવી દિલ્હી, 4 જુલાઈ (હિ.સ.). ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) એ, યુવાનોમાં કોરોના રસીને અચાનક મૃત્યુ સાથે જોડતા દાવાઓને નકારી કાઢ્યા છે. શુક્રવારે એક નિવેદનમાં, આઈએમએ એ કર્ણાટકના હસન જિલ્લામાં યુવાનોમાં હૃદય રોગથી થતા મૃત્યુમાં અચાનક વધારા અંગે રાજ્યના મુખ્યમંત્રીના તાજેતરના નિવેદનને ભ્રામક ગણાવ્યું. આઈએમએ એ કહ્યું કે, તે સાચું ચિત્ર પ્રતિબિંબિત કરતું નથી. ભારતમાં હાર્ટ એટેકની ઘટનાઓ વૈશ્વિક સ્તરે જોવા મળે છે તેના કરતા વધારે છે, પરંતુ આ વલણનો કોરોના રસીકરણ સાથે કોઈ સંબંધ નથી. જીવનશૈલીમાં ભારે પરિવર્તન આ પાછળનું કારણ હોઈ શકે છે. ઉપરાંત, આ પાછળ પહેલાથી અસ્તિત્વમાં રહેલી સહ-રોગની સ્થિતિઓનો સીધો પ્રભાવ હોઈ શકે છે, જેમાં ઇન્સ્યુલિન પ્રતિકાર, હૃદય રોગનો સકારાત્મક કૌટુંબિક ઇતિહાસ અને કેટલાક આનુવંશિક પરિબળોનો સમાવેશ થાય છે.

આઈએમએ એ જણાવ્યું હતું કે, આઈસીએમઆર એ ભારતમાં 18-45 વર્ષની વયના પુખ્ત વયના લોકોમાં અસ્પષ્ટ અચાનક મૃત્યુ સાથે સંકળાયેલા પરિબળો પર એક અભ્યાસ હાથ ધર્યો હતો અને તારણ કાઢ્યું હતું કે, કોરોના રસીકરણથી યુવાન પુખ્ત વયના લોકોમાં અસ્પષ્ટ અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી. એઈમ્સ દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં પણ આવું જ નિષ્કર્ષ બહાર આવ્યું છે. આઈએમએ એ જણાવ્યું હતું કે, 'કોરોના રસીઓ અચાનક મૃત્યુનું કારણ બને છે' જેવા નિવેદનોનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.

આ સંદર્ભમાં, તબીબી સમુદાય કોઈપણ જવાબદાર અધિકારી દ્વારા હાસન જિલ્લામાં તાજેતરના યુવાનોના મૃત્યુ સાથે કોરોના રસીકરણને જોડતા આવા કોઈપણ નિવેદનની નિંદા કરે છે. આઈએમએ એ કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ કોઈ નક્કર પુરાવા વિના આવા નિવેદનો આપે તે પણ અસ્વીકાર્ય છે, જેનાથી રસીકરણ કરાવનારા લાખો લોકોમાં ગભરાટ અને ભય પેદા થઈ શકે છે. જ્યારે આ સમય દરમિયાન રસીએ ઘણા લોકોના જીવ બચાવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande