પોરબંદર, 3 જુલાઈ (હિ.સ.) : હાલ ચોમાસાની સીઝન શરુ થઇ ચુકી છે ત્યારે મેઘરાજાએ પોરબંદર જિલ્લા ૫૨ કૃપા વરસાવી છે. અષાઢ મહિનાના પ્રારંભ થી જ પોરબંદરમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે પોરબંદર જિલ્લાના કુતિયાણા પંથકમાં પણ મેઘરાજાએ આશીર્વાદ વરસાવ્યા છે. થોડા દિવસો પૂર્વે ઉનાળાની ઋતુમાં સૂર્યનારાયણે અતિ કૃપા વરસાવતા લોકો પરસેવે રેબ-ઝેબ થતા હતા ત્યારે લોકો કાળઝાળ ગરમીથી છુટકારો મળે તે માટે વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા હતા. તે પ્રાર્થના ફળીભૂત થતા વરસાદ વરસ્યો છે ત્યારે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વરસાદથી જગતના તાત સમાન ખેડૂતોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya