પરવટ પાટિયા ખાતે કોંગ્રેસ દ્વારા ખાડા મહોત્સવની ઉજવણી
સુરત, 3 જુલાઈ (હિ.સ.)-સુરત મહાનગર પાલિકા દ્વારા દર વર્ષે ચોમાસાની સિઝન પૂર્વે પ્રિ-મોન્સુન કામગીરી પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવા છતાં ચોમાસાના પ્રારંભે જ રસ્તાઓની હાલત ચંદ્રની સપાટી જેવી થઈ જવા પામતી હોય છે. સ્માર્ટ સિટી સુરતમાં મોટા ભાગનાં વિસ્તારો
Road


સુરત, 3 જુલાઈ (હિ.સ.)-સુરત મહાનગર પાલિકા દ્વારા દર વર્ષે ચોમાસાની સિઝન પૂર્વે પ્રિ-મોન્સુન કામગીરી પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવા છતાં ચોમાસાના પ્રારંભે જ રસ્તાઓની હાલત ચંદ્રની સપાટી જેવી થઈ જવા પામતી હોય છે. સ્માર્ટ સિટી સુરતમાં મોટા ભાગનાં વિસ્તારોમાં હાલમાં રસ્તાઓમાં મોટા મોટા ખાડાઓને કારણે વાહન ચાલકો ખાસ કરીને ટુવ્હીલર ચાલકોની હાલત કફોડી થવા પામી છે. એક તરફ મેટ્રોની કામગીરી અને બીજી બાજુ ખખડધજ રસ્તાઓને કારણે પીક અવર્સ દરમિયાન રસ્તાઓ પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સામાન્ય થઈ ચુક્યા છે. આ સ્થિતિમાં આજરોજ સુરત શહેર યુવા કોંગ્રેસ અને રાજીવ ગાંધી પંચાયત સંગઠન દ્વારા પરવત પાટિયા પાસે ખાડાઓના મહોત્સવનો અનોખો કાર્યક્રમ યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસી કાર્યકરો દ્વારા ખાડાઓમાં ભાજપના ઝંડાઓની વાવણી કરીને મિઠાઈ વ્હેંચી એકબીજાનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું.

વર્ષે 10 હજાર કરોડ રૂપિયાનું બજેટ ધરાવતાં સ્માર્ટ સિટી સુરતમાં દર વર્ષે ચોમાસાનાં પ્રારંભ સાથે જ ખાડી પુરથી માંડીને જર્જરિત રસ્તાઓને કારણે નાગરિકોની હાલત કફોડી થઈ જવા પામતી હોય છે. પ્રિ-મોન્સુન કામગીરી પાછળ પણ કરોડો રૂપિયાનો ખર્ચો કરવા છતાં રસ્તાઓથી માંડીને જળબંબાકારની સ્થિતિ જૈસે થે જેવી બની ચુકી છે. આ દરમિયાન આજે પરવટ પાટિયા ખાતે કોંગ્રેસી કાર્યકરો દ્વારા રસ્તાઓ પર મસમોટા ખાડાઓમાં ભારતીય જનતા પાર્ટીનાં ઝંડાઓની વાવણી કરીને ભ્રષ્ટાચાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉત્સવ પ્રિય ભાજપ સરકાર દ્વારા ખાડોત્સવની પણ ઉજવણી કરવામાં આવે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસી કાર્યકરો દ્વારા ખાડાઓને વધાવી લઈને મિઠાઈ વ્હેંચી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande