પોરબંદર, 3 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના બળેજ ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ માટે માત્ર 1 જ શિક્ષક ભણાવતો હોવાની તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવાની રજુઆત વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને કરવામાં આવી છે.પોરબંદરના બળેજ ગમે શિક્ષકોની ઘટને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય થતું હોવાનો બળેજ ગામના રહેવાસીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે બળેજ ગામમાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે જેમાં બળેજની સરકારી પ્રાથમિક શાળામાં માત્ર બે જ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે અને આ બે માંથી એક શિક્ષકને આચાર્યનો દરજ્જો આપવામાં આવ્યો છે જેથી ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માત્ર એક જ શિક્ષક ભણાવી રહ્યા છે.
શિક્ષકોની ઘટને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં ધકેલાઈ રહ્યું છે જેથી સ્થાનિકોએ આજ તા. 3 જુલાઈના રોજ 41 વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવી 15 દિવસમાં જ્ઞાન સહાયક અથવા કાયમી શિક્ષકોની ભરતી કરવા માંગ કરી છે અને સાથે ચીમકી પણ આપી છે કે, જો તા. 19 જુલાઈ એટલે કે અરજી આપ્યા થી 15 દિવસમાં શિક્ષકોની ભરતી કરવામાં નહિ આવે તો શાળાને કાયમી ધોરણે બંધ કરી તાળા બાંધી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya