સુરત, 3 જુલાઈ (હિ.સ.)-ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાન અંતર્ગત આદિજાતિની વસ્તી ધરાવતા ગામોમાં પાયાની માળખાકીય તથા વ્યકિતલક્ષી યોજનાઓના લાભો ઘર આંગણે મળી રહે તે માટે સમગ્ર જિલ્લામાં વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે આવતીકાલ તા.4/7/2025ના રોજ ઉમરપાડા તાલુકાના વાડી પ્રાથમિક શાળા ખાતે કેમ્પ યોજાશે. જેમાં વાડી, ઉમરઝર, નસારપુર, ઉભારીયા, પાડા, માંડણ, શામપુરા, કડવીદાદરા ગ્રામજનોએ જાતિના દાખલા, રેશનકાર્ડની લગતી કામગીરી, ગંગાસ્વરૂપ યોજના, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, કિસાન સન્માનનિધિ યોજના, જનધન બેક એકાઉન્ટ, પ્રધાનમંત્રી જીવન જયોતિ વિમા યોજના તથા મનરેગા જેવી યોજનાઓના લાભો અંગેની કામગીરી કરવામાં આવશે જેથી વધુમાં વધુ આદિજાતિના લોકોએ વિવિધ યોજનાઓનો લાભ લેવા ઉમરપાડા મામલતદાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે