ડોગ લવર્સ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયું
સુરત, 3 જુલાઈ (હિ.સ.)-સુરત શહેરમાં મહાનગર પાલિકા દ્વારા પાલતું શ્વાનોનાં ફરજીયાત રજીસ્ટ્રેશન અને લાઈસન્સ માટે નવા નિયમોને પગલે શ્વાન પ્રેમીઓ અને ડોગ લવર્સમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા શ્વાન પાળવા માટે મનસ્
Surat


સુરત, 3 જુલાઈ (હિ.સ.)-સુરત શહેરમાં મહાનગર પાલિકા દ્વારા પાલતું શ્વાનોનાં ફરજીયાત રજીસ્ટ્રેશન અને લાઈસન્સ માટે નવા નિયમોને પગલે શ્વાન પ્રેમીઓ અને ડોગ લવર્સમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા શ્વાન પાળવા માટે મનસ્વી નિયમો ઘડવામાં આવ્યા હોવાના આક્રોશ સાથે આજે મોટી સંખ્યામાં શ્વાન પાળનારાઓ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવીને મહાનગર પાલિકાનાં નિયમને ધરાર અયોગ્ય ગણાવ્યો હતો.

અમદાવાદ ખાતે ગત 14મી મેનાં રોજ હાથીજણ વિસ્તારમાં પાલતું શ્વાન દ્વારા હુમલો કરતાં માત્ર ચાર મહિનાની માસુમ બાળકીનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. આ ઘટનાને પગલે સફાળા જાગેલા સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ પાલતું શ્વાન રાખવા માટેના નિતિ - નિયમો ઘડવામાં આવ્યા હતા. જો કે, પાલિકા દ્વારા જે નિયમો ઘડવામાં આવ્યા છે તે મનસ્વી અને અતાર્કિક હોવાનો હવે શ્વાન પ્રેમીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે આજે સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં પાતલું શ્વાન રાખનારા નાગરિકો એકઠાં થયા હતા અને મનપાનાં નિયમો વિરૂદ્ધ આવેદન પાઠવ્યું હતું. આવેદન પત્ર પાઠવવા માટે પહોંચેલા નાગરિકોએ જણાવ્યું હતું કે, મનપા દ્વારા પેટ ડોગ માટે લાયસન્સ આપતી વખતે પડોશીઓ પાસેથી એનઓસી ફરજીયાત કરવામાં આવી છે. જે વ્યક્તિગત જીવનમાં યોગ્ય ગણી શકાય નહીં. આ પ્રકારનાં જડ નિયમોને પગલે ભવિષ્યમાં કોઈ વ્યક્તિએ સુપર બાઈક કે લાઈડ કાર ખરીદવી હોય તો પણ પડોશી પાસેથી એનઓસી લેવું પડે તેવો ઘાટ સર્જાશે. ભારતના બંધારણમાં આર્ટિકલ 21 વ્યક્તિને જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા આપે છે. જેમાં તેની પોતાની પસંદગીઓનો પણ સમાવેશ થાય છે. આમ, પાતલુ પ્રાણી રાખવાનો વ્યક્તિનો પોતાનો સ્વતંત્ર અધિકાર છે. આ સિવાય શહેરનાં નાગરિકો અને પડોશીઓની સુરક્ષાને ધ્યાને રાખીને પહેલેથી જ અલગ - અલગ કલમોની જોગવાઈ કરવામાં આવી છે. આમ છતાં, પાલિકા દ્વારા શ્વાનને રાખવા માટે જે નિયમો નિર્ધારિત કરવામાં આવ્યા છે તે ખુબ જ જટિલ અને અવ્યવહારૂ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande