નવી દિલ્હી, 3 જુલાઈ (હિ.સ.) પશ્ચિમ આફ્રિકન દેશ ઘાનામાં પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદીને, સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યું ત્યારે માર્ગ
પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તેને સમગ્ર દેશ માટે સન્માન ગણાવ્યું.
ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર પોતાની
પોસ્ટમાં કહ્યું કે,” આપણા બધા માટે ખૂબ ગર્વની વાત છે કારણ કે, આપણા
પ્રધાનમંત્રીને ઘાનાનો સર્વોચ્ચ નાગરિક સન્માન 'ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના' એનાયત કરવામાં
આવ્યો છે. તે આખા દેશ માટે ખૂબ જ સન્માનની વાત છે. આ સન્માન આપણા યુવાનોની
આકાંક્ષાઓ, આપણા સાંસ્કૃતિક
વારસાની સમૃદ્ધિ અને ભારત અને ઘાના વચ્ચેના સ્થાયી ઐતિહાસિક સંબંધોની ઉજવણી છે.”
પ્રધાનમંત્રી મોદી હાલમાં આઠ દિવસના વિદેશ પ્રવાસ પર છે, જે ઘાનાથી શરૂ
થયો હતો. આ પછી, તેઓ ત્રિનિદાદ
અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને
નામિબિયા સહિત પાંચ દેશોની મુલાકાત લેશે. આ સમય દરમિયાન તેઓ સંબંધિત દેશોના વડાઓ
અને અગ્રણી નેતાઓને મળશે.જેમાં પરસ્પર સહયોગ, વિકાસ મુદ્દાઓ અને વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા કરવામાં
આવશે.
પ્રધાનમંત્રી મોદી બ્રિક્સ સમિટમાં પણ ભાગ લેશે. આ
પ્રવાસનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે, 'ગ્લોબલ સાઉથ' તરફ ભારતની વ્યૂહરચના વધુ મજબૂત બની શકે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ