સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળ ખાતે રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
ગીર સોમનાથ 3 જુલાઈ (હિ.સ.) જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથ તથા સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળના સંયુક્ત ઉપક્રમે કોલેજ ખાતે રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન યોજાયો હતો. આ તકે, ગીર સોમનાથ જિલ્લાના SBI લાઈફ ઇન્શ્યોરન્સ દ્વારા લાઈફ મિત્ર /
કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો


ગીર સોમનાથ 3 જુલાઈ (હિ.સ.) જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથ તથા સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળના સંયુક્ત ઉપક્રમે કોલેજ ખાતે રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન યોજાયો હતો.

આ તકે, ગીર સોમનાથ જિલ્લાના SBI લાઈફ ઇન્શ્યોરન્સ દ્વારા લાઈફ મિત્ર / એડવાઈઝર તથા મેનેજર જેવી જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં SSC, HSC, ITI, ડિપ્લોમા તથા સ્નાતક પાત્રતા ધરાવતાં કુલ ૫૫ જેટલા ઉમેદવારોએ હાજરી આપી હતી. તેમાંથી ૩૬ ઉમેદવારોની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમના સંદર્ભે સરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળના આચાર્ય ડો. એસ. બી. છગ એ ગુજરાત સરકાર દ્વારા રોજગાર ઇચ્છૂક ઉમેદવારો માટે ચાલતી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી. તેમજ જિલ્લા રોજગાર કચેરીના પ્લેસમેન્ટ અધિકારી કાનાભાઈ રામ તથા કોલેજના પ્લેસમેન્ટ ઓફિસર ડો. એસ. એમ. સીતાપરાએ વિદ્યાર્થીઓને રોજગારલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande