ગીર સોમનાથ 3 જુલાઈ (હિ.સ.) જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વિભાગીય પોલીસ અધિકારી વી.આર.ખેંગાર દ્રારા આગામી મહોરમ તહેવાર સબબ અત્રેના જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે જે અંગે વેરાવળ શહેરના સામજિક આગેવાનો તેમજ મહોરમ નિમિતે ઝુલુસ કાઢનાર આયોજકો ને બોલાવી શાંતિ સમિતિની મીટીંગ યોજવા સુચના આપવામાં આવેલ હોય તે અનુસંધાને આજરોજ વેરાવળ સીટી પોલીસ દ્વારા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા નાઓની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી સભાખંડમા શાંતિ સમિતિ મીટીંગનુ આયોજન કરવામાં આવેલ. જેમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એ.બી.જાડેજા, તથા એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એન.એ.વાઘેલા તથા વેરાવળ સીટી પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી નાઓ હાજર રહેલ અને આ મીટીંગમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને હિંદુ-મુસ્લિમ સમાજના લોકોમાં ભાઇચારાની ભાવાના જળવાઇ રહે તેમજ કોઇ પણ ધર્મની ધાર્મિક લાગણી ન દુભાઇ તેવી કોઇ પોસ્ટ સોશિયલ મિડિયામાં વાઇરલ ન થાય તેમજ શાંતિ પૂર્વક તહેવાર ઉજવવા શહેરીજનોને અનુરોધ કરવામાં આવેલ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ