પાટણમાં ભાજપ સમર્થિત, નવનિયુક્ત સરપંચોનું સન્માન સમારોહ
પાટણ, 3 જુલાઈ (હિ.સ.)ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે ભાજપ સમર્થિત નવનિયુક્ત સરપંચોનું ભવ્ય સંમેલન યોજાયું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તમામ નવનિયુક્ત સરપંચોનુ
પાટણમાં ભાજપ સમર્થિત નવનિયુક્ત સરપંચોનું સન્માન સમારોહ


પાટણમાં ભાજપ સમર્થિત નવનિયુક્ત સરપંચોનું સન્માન સમારોહ


પાટણ, 3 જુલાઈ (હિ.સ.)ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે ભાજપ સમર્થિત નવનિયુક્ત સરપંચોનું ભવ્ય સંમેલન યોજાયું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તમામ નવનિયુક્ત સરપંચોનું સન્માન કરીને અભિનંદન પાઠવ્યા અને ગ્રામ વિકાસ માટે ઉત્સાહપૂર્વક કાર્ય કરવાની અપીલ કરી.

આ સંમેલનમાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મુખ્ય મહેમાનોમાં રમેશ સિંધવ, જગદીશ પટેલ, ભરતસિંહ ડાભી, મયંક નાયક, નંદાજી ઠાકોર અને કે.સી પટેલનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત લવિંગજી ઠાકોર, હેતલબેન ઠાકોર, દિલીપજી ઠાકોર, મોહન પટેલ, દશરથજી ઠાકોર અને ગોવિંદ માલધારી સહિત સંગઠનના પદાધિકારીઓ અને જિલ્લાના અન્ય મહાનુભાવોએ પણ ઉપસ્થિતિ નોંધાવી હતી. કાર્યક્રમ ઉદ્દીપક અને ઉર્જાવાન રહ્યો.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande