જૂનાગઢ 3 જુલાઈ (હિ.સ.) જુનાગઢ ઇગલ મંદિર ખાતે શ્યામ મહિલા મંડળ દ્વારા 15 થી વધુ જાતના 500 જેટલા રોપાનો વિતરણ ગણપતિ દાદા ના મંદિર કરવામાં આવ્યું હતું ,જેમાં મહિલાઓ દ્વારા સીતાફળ જામફળ જાસૂદ કરેણ તુલસી દાડમ સહિત અનેક વિવિધ વૃક્ષો ના રોપા નું વિતરણ કરાયું હતું. તેમજ આ કાર્યક્રમ મીનાબેન ગોહિલ તથા મીનાબેન ચૌહાણ તથા રંજનબેન મોઢવાડિયા તથા અરુણાબેન ભાલીયા તેમજ કંચનબેન ચૌહાણ અને ભાવનાબેન સાવડા તથા કિશોરભાઈ ચોટલીયા ભરતભાઈ ભાલીયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ