રાજ્યના ન્યાયતંત્રમાં ફરજ બજાવતાં બેલીફ કર્મચારીઓનું ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સ વધારીને રૂ. ૨૫૦૦ પ્રતિ માસ કરાયું
ગીર સોમનાથ 3 જુલાઈ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને કાયદા-ન્યાયતંત્ર મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વધુ એક કર્મયોગી હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યના ન્યાયતંત્ર હેઠળ ફરજ બજાવતાં બેલીફ
રાજ્યના ન્યાયતંત્રમાં ફરજ બજાવતાં બેલીફ કર્મચારીઓનું ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સ વધારીને રૂ. ૨૫૦૦ પ્રતિ માસ કરાયું


ગીર સોમનાથ 3 જુલાઈ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને કાયદા-ન્યાયતંત્ર મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વધુ એક કર્મયોગી હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યના ન્યાયતંત્ર હેઠળ ફરજ બજાવતાં બેલીફ કર્મચારીઓને હાલમાં આપવામાં આવતા માસિક રૂ. ૨૦૦ના ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સ (F.T.A.)માં રાજ્ય સરકારના અન્ય સંવર્ગો મુજબ વધારો કરીને રૂ. ૨,૫૦૦ ખાસ ભથ્થુ મંજૂર કરવામાં આવું છે.

ગુજરાત રાજ્ય જ્યુડીશીયલ બેલીફ મંડળ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને રાજ્ય સરકારે હકારાત્મક પ્રતિસાદ આપતા રાજ્યના ન્યાયિક ખાતામાં ફરજ બજાવતાં તમામ બેલીફ કર્મચારીઓના ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સમાં તા. ૦૧ જુલાઇ, ૨૦૨૫થી વધારો કરવામાં આવ્યો છે. જે અન્વયે રાજ્ય સરકાર પર માસિક રૂ. ૩૪.૭૭ લાખ તથા વાર્ષિક રૂ. ૪.૧૮ કરોડનું વધારાનું કાયમી નાણાકીય ભારણ વધશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande