કેવડી ડેમ વોર્નીંગ સ્ટેજ સુધી ભરાયો, આસપાસના ગામોને તકેદારી રાખવા અનુરોધ
સુરત, 3 જુલાઈ (હિ.સ.)-માંડવી તાલુકામાં આવેલા કેવડી ડેમની નાની સિંચાઈ યોજનાની મહત્તમ સપાટી 74.22 મીટર (243 ફુટ) છે. આજરોજ બપોરે 12.00 વાગે ડેમની સપાટી 72.54 મીટર (238 ફુટ) પર પહોચી છે. ડેમમાં 72.90 ટકા વોર્નીંગ સ્ટેજ સુધી જથ્થો પાણીથી ભરાયો છે. હવે પછ
કેવડી ડેમ વોર્નીંગ સ્ટેજ સુધી ભરાયો, આસપાસના ગામોને તકેદારી રાખવા અનુરોધ


સુરત, 3 જુલાઈ (હિ.સ.)-માંડવી તાલુકામાં આવેલા કેવડી ડેમની નાની સિંચાઈ યોજનાની મહત્તમ સપાટી 74.22 મીટર (243 ફુટ) છે. આજરોજ બપોરે 12.00 વાગે ડેમની સપાટી 72.54 મીટર (238 ફુટ) પર પહોચી છે. ડેમમાં 72.90 ટકા વોર્નીંગ સ્ટેજ સુધી જથ્થો પાણીથી ભરાયો છે. હવે પછી યોજનાના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ પડશે ડેમ સંપુર્ણ ભરાઈ જતા ડેમના વેસ્ટ વિયર પરથી ઓવરફલો થઈ મોરણ ખાડીમાં વહેવાની શકયતા રહેલી છે. જેથી નાની સિંચાઈ યોજનાના હેઠવાસના મોરણખાડી નદીના કિનારાના ગામો કેવડી, જેતપુર, કાણાધાટ, ગાંગપુર, પીપલવાડા ગામોના લોકોને વરસાદ હોય ત્યારે નદીના વહેણમાં ન જવા અને નદી ન ઓળગવા પંચાયત સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનરે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande