પોરબંદર, 3 જુલાઈ (હિ.સ.) : પોરબંદર મહાનગર બન્યા બાદ વિવિધ વેરામા કરવામાં આવેલા અસહ્ય વધારેને લઇ પોરબંદરની જનતામા ભારે રોષ જોવા મળ્યો હતા જાગૃત નાગરિકોએ વેરા વધારોનો જોરદાર વિરોધ વ્યકત કર્યો હતો અને વાંધા અરજીઓ કરવામા આવી હતી અંદાજે 2500 થી વધારે વાંધા અરજીઓ મનપાના દ્રારે પહોંચી હતી વેરા વધારાનો વિરોધ તેજ બનતા અંતે પોરબંદર ભાજપને પણ પ્રજાનુ દર્દ સમજાયુ હતો તેમ આજે પોરબંદર જીલ્લા ભાજપના આગેવાનો મનપા કચેરી ખાતે દોડી ગયા હતા અને વેરા વધારાને લઇ આવેદન આપી જુનો વેરો વસુલવાની રજુઆત કરી હતી સાથે એવુ પણ જણાવ્યુ હતુ હાલ પોરબંદરની પરિસ્થિતિ ખુબ ખરાબ છે.
પોરબંદર મનપા દ્રારા વિવિધ વેરામા વધારો કરાતા તેમનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો આજે આ મુદે પોરબંદર જીલ્લા ભાજપના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી,મહામંત્રી અશોકભાઈ મોઢા,ભાજપના આગેવાન રામદેભાઈ મોઢવાડીયા, કેતનભાઈ દાણી અને ધર્મેશભાઈ પરમાર સહિતના આગેવાનોને મનપાના કમિશ્નર એચ જે પ્રજાપતિને આવેદન પત્ર પાઠવી એવી રજુઆત કરી હતી કે મનપા કરી હતી મનપા દ્રારા જે વેરામાં વધારો કરવામા આવ્યો છે. તેને લઈ વિવિધ સામાજીક સંગઠનો, સમાજીક અગ્રણિઓ અને વ્યાપરિક સંસ્રથા દ્રારા મોટા પ્રમાણમા રજુઆત મળી છે. આથી મનપા દ્રારા જે વેરો વધારામા આવ્યો છે તેમા તાત્કાલીક ઘટાડો કરવામા આવે તેમા નવા વાહન વેરો લાદવામા આવ્યો છે તે પાછો ખેંચવામા આવે આ ઉપરાંત મિલ્કત ટ્રાન્સફર વેરામા પણ ઘટાડો કરવામાં આવે હાલ પોરબંદરની આર્થિક સ્થિતિ ખુબજ નબળી છે અને બાંધકામ ઉદ્યોગમા પણ મંદીનો મહોલ જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમા પોરબંદરની પ્રજા વેરોનો બોજ સહન કરી શકે તેમ નથી આથી હાલ જુનો વેરો વસુલવામા આવે તેવી માગ કરવામા આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya